માર્વેલ ફિલ્મોની જેમ બનશે KGF યુનિવર્સ! પ્રોડ્યુસરે જણાવી Chapter 3ની રિલીઝ ડેટ
મુંબઈ, તા. 14 મે 2022 શનિવાર
KGF 2 ના પ્રોડ્યુસર વિજય કિરાગન્દુર એ આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે ફિલ્મનો વધુ એક પાર્ટ બનશે. પ્રોડ્યુસર વિજયએ કહ્યુ છે કે તેઓ પોતાની આ બ્લોકબસ્ટર ફિલ્મથી માર્વલ જેવી ફ્રેંન્ચાઈઝી બનાવવા ઈચ્છે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે એલાન કર્યુ કે આ વર્ષે ઓક્ટોબરમાં KGF3 નુ શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે અને 2024માં આ ફિલ્મને રિલીઝ પણ કરી દેવામાં આવશે. વિજય Hombale Filmsના ફાઉન્ડર છે જે કેજીએફ ફિલ્મ્સનુ પ્રોડક્શન કરે છે.
1000 કરોડના પાર પહોંચી ફિલ્મ
KGF Chapter 2 આ વર્ષે 14 એપ્રિલે રિલીઝ કરવામાં આવી હતી અને પબ્લિકનો જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મે 50 કરોડ રુપિયાની કમાણીની સાથે ઓપનિંગ કરી અને જોતા જ 1000 કરોડનો આંકડો પાર કરી ગઈ. સંજય દત્ત, પ્રકાશ રાજ, રવીના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને માલવિકા અવિનાશ સ્ટારર આ ફિલ્મને કેટલીક અલગ-અલગ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે.
અત્યારે સાલારના શૂટિંગમાં વ્યસ્ત છે નીલ
ગયા સપ્તાહે આ ફિલ્મનુ હિંદી ડબિંગ વર્જન 400 કરોડનો આંકડો પાર કરી ચૂક્યુ છે. ફિલ્મનુ નિર્દેશન કરનારા પ્રશાંત નીલે ગયા દિવસોમાં KGF 3 ની રિલીઝ ડેટ વિશે પૂછવા પર જણાવ્યુ કે તેઓ અત્યારે ફિલ્મ સાલારની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનુ 30-35 ટકા ભાગ શૂટ કરવામાં આવી ચૂક્યુ છે અને આગામી શેડ્યુલ જલ્દી જ શૂટ કરવાનુ શરૂ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યુ કે આ વર્ષે ઓક્ટોબર સુધી આનુ શૂટિંગ ખતમ કરી લેવામાં આવશે.
રેકોર્ડ બ્રેકિંગ સાબિત થઈ KGF ફિલ્મ
આ કારણે મેકર્સે KGF 3ની શૂટિંગ શરૂ કરવાનો સમય ઓક્ટોબરની આસપાસ નક્કી કરવામા આવ્યો છે. બંને ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર એક્ટર યશે લીડ રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ બ્લોકબસ્ટર હિટ રહ્યો હતો જે બાદ આનો બીજો પાર્ટ બનાવાયો અને આને દંગલ જેવી ફિલ્મનો પણ રેકોર્ડ તોડી દીધો છે.