Entertainment
રણબીરની રામાયણ પછી બ્રહ્માસ્ત્ર ટુનું કામ શરૂ થશે
By GS Team
16 Apr 20261 min read

- નિર્માતા નમિત મલ્હોત્રાએ કન્ફર્મ કર્યું
- બજેટ સહિતના મુદ્દે અનિશ્ચિતતા સેવાતી હતી બીજા ભાગમાં દીપિકાનો મહત્વનો રોલ હશે
મુંબઇ : રણબીર કપૂરની ' બ્રહ્માસ્ત્ર' ફિલ્મ ૨૦૨૨માં રીલિઝ થયા બાદ તેનો બીજો ભાગ બનશે કે કેમ તે વિશે અનિશ્ચિતતા સેવાતી હતી. ફિલ્મનાં બજેટ મુદ્દે મતભેદો હોવાનું કહેવાતું હતું. જોકે, હવે નિર્માતા નમિત મલ્હોત્રાએ કન્ફર્મ કર્યું છે કે 'બ્રહ્માસ્ત્ર ટુ'નો પ્રોજેક્ટ ટ્રેક પર જ છે અને રણબીરની હાલની 'રામાયણ' ફિલ્મ સંપન્ન થયા બાદ આ ફિલ્મ આગળ વધારાશે. શક્ય બનશે તો ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતથી શરુ થશે. પહેલા ભાગમાં દીપિકાએ કેમિયો જ કર્યો હતો. બીજા ભાગમાં તેનો રોલ વધારે લાંબો હશે તેમ કહેવાય છે.
અગાઉ રણબીરે પણ ફિલ્મનો બીજો ભાગ બનવાનો હોવાનું કન્ફર્મ કર્યું હતું.









