મહિલાઓને કોઇ સશક્તિકરણની જરૃર નથી
-અભિનેત્રી જુહી ચાવલા કહે છે
-સર્જનહારે એને સશક્તિકરણ કરીનેજ મોકલી છે
મુંબઇ તા.૩૧
આગેવાન અભિનેત્રી ફિલ્મ સર્જક જુહી ચાવલાએે કહ્યંુ હતુંુ કે મહિલાઓને કોઇ સશક્તિકરણની જરૃર નથી. પરમાત્માંએ એને સશક્તિકરણ સાથે જ મોકલી છે.
અગાઉ ડઝનબંધ હિટ ફિલ્મો આપી ચૂકેલી જુહી શાહરુખ ખાનની સાથે ફિલ્મ નિર્માણની ભાગીદાર પણ રહી ચૂકી છે. હૈદરાબાદમાં મહિલાઓના એક ઇવેન્ટમાં જુહીએ કહ્યું કે જેને ખુદ સર્જનહારે સશક્તિકરણ કરીને મોકલી હોય એને માણસ શું વધુ આપવાનો હતો ?
યંગ ફિક્કી (ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ) લેડિઝ ઓર્ગેનાઇઝેશનની ચેરપર્સન સંધ્યા રાજુ સાથે એ સ્ટેજ પર લેવાઇ રહેલા ઇન્ટરવ્યૂ કમ સવાલ-જવાબમાં બોલી રહી હતી. અન્ય અભિનેત્રી શિલ્પા શેટ્ટી મોડરેટરની જવાબદારી અદા કરી રહી હતી.
જુહીએ એક સરસ વિધાન કર્યું હતું જેને હાજર રહેલી મહિલાઓએ તાળીના ગડગડાટ સાથે વધાવી લીધું હતું. જુહીએ કહ્યું,'કોઇને કંઇ કહેવું હોય તો પુરુષની મદદ લ્યો પરંતુ કંઇ કામ કરવાનું હોય તો મહિલાને કહો. તમારું કામ સરસ રીતે પૂરું થઇ જશે.' (વ્હેન યુ વોન્ટ સમથીંગ ટુ બી સેઇડ, ટેલ ધ મેન, વ્હેન યુ વોન્ટ સમથીંગ ટુ બી ડન, ટેલ ધ વિમેન...'
એણે કહ્યું કે આજે ફિલ્મોદ્યોગમાં વિવિધ વિભાગોમાં ઘણી મહિલાઓ સક્રિય છે એે જોઇને એક પ્રકારનો આનંદ અને સંતોષ થાય છે. અગાઉ આટલી બધી મહિલાઓ બોલિવૂડમાં સક્રિય નહોતી.