કંગના રનોતની આગામી ફિલ્મ થાલાવીનો સેટ તોડી પાડવો પડશે ?
- લોકડાઉન બાદ ચોમાસુ બેસી જશે તો સેટ પલળીને તૂટી પડશે તેવી ભિતી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 એપ્રિલ 2020, સોમવાર
કંગના રનૌતની આગામી ફિલ્મ થાલાવી છે, જે સ્વય જયલલિતા પર આધારિત છે. આ ફિલ્મ માટે ચેન્નઇ અને હૈદ્રાબાદમાં બે સેટ બનાવામાં આવ્યા છે જે હાલ વપરાયા વગરના ધૂળ ખાઇ રહ્યા છે. હવે નિર્માતા અને દિગ્દર્શકે ડર છે કે, લોકડાઉન પૂરું થયા પછી જો વરસાદ આવશે તો આ બન્ને સેટ પલળીને તૂટી પડશે. જેનું નુકસાન મોટી રકમમાં થવાની શક્યતા છે.
નિર્માતાએ જણાવ્યું હતું કે મનોરંજન ઉદ્યોગની તમામ ફિલ્મોના શૂટિંગ હાલ અટકી પડયા છે. પરંતુ તેમને વધુ હાનિ થવાની શક્યતા છે. કંગનાની ભૂમિકાવાળી આ ફિલ્મના બે ભવ્ય સેટ બનાવામાં આવ્યા છે, જે એક હૈદ્રાબાદ અને બીજો ચેન્નઇમાં છે. તે છેલ્લા છ અઠવાડિયાથી ઉપયોગમાં આવ્યા વગર પડી રહ્યો છે. લોકડાઉન જો જુન સુધી લંબાવામાં આવશે તો પછી ચોમાસુ બેસી જવાની પૂરેપૂરે સંભાવના છે અને વરસાદમાં આ સેટ તૂટી પડશેય
અમારે આ ફિલ્મનું શૂટિંગ ચોમાસા પહેલા પૂરું કરી નાકવાની યોજના હતી. આ આઉટડોર સેટ હોવાથી મોનસૂનમાં તેને હાનિ પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. ફરી આવા બન્ને સેટ બનાવવા એ અમને બહુ મોંઘુ પડશે. તે ફિલ્મના નિર્માતા શેલાશ આર સિંહે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તામિલનાડુની સ્વ. મુખ્યમંત્રી જયલલિતાની આ ફિલ્મ બાયોપિક છે. જેનું શૂટિંગ માર્ચ મહિનામાં સતત ૪૫ દિવસ કરવાની યોજના હતી. પરંતુ લોકડાઉનના કારણે શૂટિંગ અટકી પડયું છે.હૈદરાબાદના રામક્રુષ્ણા સ્ટુડિયોમાં પાર્લામેન્ટ હાઉસનો ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ઊતારી નાખવાની યોજના હતી. આ પછી ચેન્નઇના સેટ પર કામ કરવાનું હતું.
ફિલ્મનું ૪૦ ટકા જેટલું શૂટિંગ તો હજી બાકી છે. સૂત્રે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે બિનઉપયોગી આ સેટ અને ભાડે લીધેલા સ્ટુડિયો બદલ નિર્માતાન ેત્યાર સુધી રૂપિયા પાંચ કરોડનું નુકસાન વેઠવું પડયું છે. જોકે નિર્માતા પોતાના કર્મચારીઓના સ્વાસ્થય અને સુરક્ષાની કાળજીને પ્રાધાન્ય આપે છે. સ્ટુડિયોનું માર્ચ મહિના સુધીનું ભાડુ તો તેણે ચુકવી પણ દીધું છે અને એક દિવસનું શૂટિંગ પણ હૈદરાબાદના આ સ્ટુડિયોમાં કરી શક્યા નથી. જો અમને ૧૦ દિવસનો પણ સમય મળશે તો અમે ફટાફાટ આ આઉટડોર શૂટિંગ પુરુ કરી નાખશું તેમ તેણ ેવધુમાં જણાવ્યું હતું.