DDLJ શું પઠાણના બોક્સ ઓફીસ કલેક્શન પર પડશે ભારી?
28 વર્ષ બાદ ફરી એક વાર મલ્ટીપ્લેક્સમાં એક સપ્તાહ માટે DDLJ રીલીઝ કરાઈ
ભારતભરમાં કુલ 53.31 કરોડ રૂપિયાનું બોક્સ ઓફીસમાં કલેક્શન
Image Twitter |
તા. 12 ફેબ્રુઆરી 2023, રવિવાર
વેલેન્ટાઇન વિકનો રોમાન્સ વધારવા ભારતની સૌથી રોમેન્ટિક બ્લોકબસ્ટર ફિલ્મ. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ' (DDLJ)ફરી એક વાર સિનેમામાં રીલીઝ થઇ છે. આદિત્ય ચોપરા દ્વારા નિર્દેશિત, રાજ અને સિમરનની આ રોમાંચક ફિલ્મ 28 વર્ષ પછી ફરી એક વાર મલ્ટીપ્લેક્સમાં એક સપ્તાહ માટે રીલીઝ કરવામાં આવી છે, આ અંગે ગત તા. 9 ફેબ્રુઆરીએ યશ રાજ ફિલ્મ્સે ટ્વીટર પર જાહેરાત કરી હતી.
PVR, આઈનોક્સ અને સિનેપોલિસમાં લિમીટેડ સ્ક્રીન પર 10 ફેબ્રુઆરીથી આ ફિલ્મ એક સપ્તાહ માટે રીલીઝ કરવામાં આવી છે. આમ તો આજની તારીખમાં પણ મરાઠા મંદિરમાં આ ફિલ્મ ચાલે જ છે. પરંતુ ચાહકોમાં આ ફિલ્મનો ક્રેઝ વિશેષ જોવા મળી રહ્યો છે, ભારતભરના સિનેમાઘરમાં ફક્ત 2 દિવસમાં કુલ 12 લાખનું કલેક્શન જોવા મળ્યું.
બોક્સ ઓફીસ કલેક્શન
ત્રણેય મલ્ટીપ્લેક્સમાં પહેલા દિવસે આ ફિલ્મે લગભગ અઢી લાખ કમાણી કરી હતી, જયારે બીજા દિવસે ફિલ્મે સીધી 300 ટકાનો વધારો કરીને 10 લાખની કમાણી કરી હતી. PVRમાં 5.65 લાખ, આઈનોક્સમાં 3.75 લાખ અને સિનેપોલિસમાં 3.10 લાખના કલેક્શનનો આંકડો મળ્યો છે. આ તો માત્ર 2 દિવસનો જ આંકડો છે. હવે તમે જ વિચારો કે વેલેન્ટાઇન ડેના રોજ આ ફિલ્મ કેટલી કમાણી કરશે?
ભારતભરમાં કુલ 53.31 કરોડ રૂપિયાનું બોક્સ ઓફીસમાં કલેક્શન
1995માં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' રીલીઝ થઇ હતી, તે વખતે ભારતભરમાં કુલ 53.31 કરોડ રૂપિયાનું બોક્સ ઓફીસમાં કલેક્શન જોવા મળ્યું હતું અને વલ્ડવાઈડ કલેક્શન જોઈએ તો રુપિયા 89.61 કરોડનું થયુ હતુ. જયારે ફિલ્મનું બજેટ તો માત્ર 4 કરોડ રૂપિયાનું જ હતું. જો આજના હિસાબે જોવા જઈએ તો તેનું વલ્ડવાઈડ કલેક્શન લગભગ 500 કરોડ રૂપિયા ગણી શકાય છે.
10 હાજર દિવસ પુરા થશે
20 ઓક્ટોબર 1995માં આ ફિલ્મ રીલીઝ થઈ હતી. મુંબઈના 'મરાઠા મંદિર' માં આ ફિલ્મના બહુ જલ્દી 10 હાજર દિવસ પુરા થશે. DDLJને ગયા વર્ષ પણ લિમિટેડે થીયેટરમાં રીલીઝ કરવામાં આવી હતી. 2 નવેમ્બર 2022માં શાહરૂખ ખાનના 57મા જન્મદિવસના અવસરે આ ફિલ્મ રીલીઝ થઇ હતી. મહત્વની વાત એ છે કે આ ફિલ્મે માત્ર એક જ દિવસમાં તે વખતે રુપિયા 27 લાખની કમાણી કરી હતી.
DDLJ શું પઠાણના બોક્સ ઓફીસ કલેક્શન પર પડશે ભારી
અત્યારે પઠાણ હજુ પણ સિનેમામાં ઘરમાં ચાલે છે અને તેણે વિશ્વભરમાં રેકોર્ડ બનાવ્યો છે. આવામાં યશ રાજની બીજી ફિલ્મ રીલીઝની જાહેરાત કરતા જ ટ્વીટર પર અનેક ફેન્સે કોમેન્ટ્સ કરી છે.