'દયાબેન' ફરી તારક મહેતામાં કરશે 'એન્ટ્રી'?, જુઓ તેમના ભાઈનો જવાબ
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉ વર્ષોથી દર્શકોને એન્ટરટેઈન કરી રહ્યો છે. આ શૉમાં દયાબેનના રોલમાં દિશા વાકાણીએ ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. 2017માં દિશા વાકાણીએ વ્યક્તિગત કારણોસર શૉને અલવિદા કહી દીધુ હતું. તેને વાપસી માટે અનેક વખત કહેવામાં આવ્યું હોવાના સમાચારો સામે આવ્યા છે. જોકે, દિશા વાકાણીએ ફેમિલી લાઈફમાં વ્યસ્ત હોવાના કારણે પ્રોડ્યૂસર અસિત મોદીની વાત ન માની.
હું દિશાના કામમાં દખલ નથી કરતો
હવે એક ઈન્ટરવ્યુમાં દિશા વાકાણીના ભાઈ મયૂર વાકાણી ઉર્ફે સુંદરે તેની વાપસી અંગે વાત કરી છે. જ્યારે મયૂર વાકાણીને પૂછવામાં આવ્યું કે, શું તમે ક્યારેય બહેન દિશાને શૉ માં વાપસી કરવા માટે અપીલ કરી છે? તેના જવાબમાં મયૂર વાકાણીએ કહ્યું કે, અમે બંને બાળપણથી થિયેટર કરી રહ્યા છીએ. અમે બંને એક્ટર છીએ. પિતાજીની કૃપાથી ભગવાને પ્રોફેશનલિઝમ અમારા બંનેની અંદર નાખ્યું છે. અમે ભાઈ-બહેન વાત કરીએ છીએ, દયા-સુંદર વાત નથી કરતા. હું દિશાના કામમાં દખલ નથી કરતો.
ક્યારેય દિશાને શૉ માં વાપસી માટે ફોર્સ નથી કરતા
તેણે આગળ કહ્યું કે, હું અને આસિત ભાઈ પણ ક્યારેય દિશાને શૉ માં વાપસી માટે ફોર્સ નથી કરતા. તેઓ હંમેશા કહે છે કે, તમે બંને બરાબર છો. અમે અમારા સંબંધમાં જે નાજુક રેખા રાખી છે, તે આજે પણ ખૂબ યોગ્ય રીતે જળવાયેલી છે. જેમણે દિશાને સપોર્ટ કર્યો, તે બધાનો હું આભાર માનું છું.
આ પણ વાંચો: જ્યારે ચંપલ લઈને ચંપક ચાચાની પાછળ દોડી..., બબીતાજીએ તારક મહેતાના સેટનો કિસ્સો જણાવ્યો
શૉ ના 17 વર્ષ થયા
વાત કરીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની તો તેના 17 વર્ષ થઈ ગયા છે. અને તાજેતરમાં જ શૉ ના મેકર્સે સક્સેસ પાર્ટી રાખી હતી.