Get The App

ચેક બાઉન્સ કેસમાં રામ ગોપાલ વર્માને કેમ થઈ જેલ? જાણો શું છે કાયદો

Updated: Jan 24th, 2025

GS TEAM

Google News
Google News
ચેક બાઉન્સ કેસમાં રામ ગોપાલ વર્માને કેમ થઈ જેલ? જાણો શું છે કાયદો 1 - image

Image: Facebook

Ram Gopal Varma Cheque Bounce Case: બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માને ચેક બાઉન્સના મામલે 3 મહિનાની સજા મળી છે. તેના વિરુદ્ધ એક ચેક બાઉન્સ થવાની ફરિયાદ નોંધાવાઈ હતી. ચેક બાઉન્સ થવો એક ગંભીર નાણાકીય ગુનો માનવામાં આવે છે. જેમાં આકરી કાર્યવાહી પણ કરવામાં આવે છે. 

રિપોર્ટ અનુસાર ગત દિવસોમાં ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ જે મામલો નોંધાયો હતો. જેમાં તેણે કોઈ ફિલ્મ માટે રૂપિયાની ચૂકવણી કરવા માટે ચેક જારી કર્યો હતો, પરંતુ તે ચેકમાં રકમ માટે પૂરતાં રૂપિયા તેના ખાતામાં નહોતા. જે કારણે ચેક બાઉન્સ થઈ ગયો. બાદમાં રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ નોંધાયો અને કાયદેસર કાર્યવાહી કરી. 

ચેક બાઉન્સ શું હોય છે?

ચેક બાઉન્સ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિનો જાહેર કરવામાં આવેલો ચેક બેન્ક તરફથી એ કારણે અસ્વીકાર કરી દેવામાં આવે છે કે ચેક પર હાજર રકમ તેના ખાતામાં હોતી નથી. જો કોઈના ખાતામાં પૂરતાં રૂપિયા નથી અને તે ચેક જારી કરી દે છે તો તે બાઉન્સ થઈ જાય છે. આ ન માત્ર નાણાકીય છેતરપિંડી તરીકે જોવામાં આવે છે. આને એક દંડનીય ગુનો પણ માનવામાં આવે છે. 

આ પણ વાંચો: 'હું અને કરીના 11મા માળે હતા અને અચાનક...' હુમલા બાદ સૈફ અલી ખાનનું પહેલું નિવેદન

ચેક બાઉન્સ માટે શું સજા હોય છે?

ચેક બાઉન્સ થવા પર વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે. જો આરોપી પક્ષ ચૂકવણી નથી કરતું તો પછી એક મહિનાની અંદર દાવો કરવાનો હોય છે. દાવો દાખલ થયા બાદ કોર્ટ તરફથી તપાસ કરવામાં આવે છે. તે બાદ કોર્ટ આરોપીને સમન્સ પાઠવે છે બાદમાં જો આરોપી કોર્ટમાં રજૂ થતો નથી તો જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવે છે. તેમ છતાં પણ ન આવવા પર ધરપકડ વોરંટ જાહેર કરી દેવામાં આવે છે.