નવી દિલ્હી,૩૦ ઓગસ્ટ,૨૦૨૩,બુધવાર
પાકિસ્તાનના મુલતાનમાં એશિયાકપ -૨૦૨૩ના ઉદઘાટન સમારંભમાં નેપાળની સિંગરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ સિંગરનું નામ ત્રિશલા ગુરંગ છે. ક્રિકેટ સ્ટેડિયમમાં એક રોમાંચક માહોલમાં સ્પર્ધાનું ઉદ્ધઘાટન શરુ થાય તે પહેલા તેને પરફોર્મમન્સ આપ્યું હતું. પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. આ દરમિયાન એશિયાકપમાં ભાગ લેનારી નેપાળ અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હાજર હતી.

એશિયા કપની શરુઆત સાથે ત્રિશલાની પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે તેના વિશે જાણવું રસપ્રદ છે. ત્રિશલા ગુરાંગ વ્યવસાયે તબીબ છે પરંતુ એક સિંગર તરીકે પણ નામના મેળવી છે. ત્રિશલા નેપાળની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારથી જ સિંગિગ પર ધ્યાન આપતી હતી.
તે પોતાને પસંદ એવા ગીતો ગાઇને ઇન્સ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે. પોતાની સુરિલા કંઠથી તેના લાખો ચાહકો છે. નેપાળમાં યુવા ગાયકને લોકો ખૂબ પસંદ કરી રહયા છે. નેપાળની ક્રિકેટ ટીમ એશિયા કપમાં ભાગ લઇ રહી હોવાથી ખૂબજ ઉત્સાહિત જોવા મળે છે. એશિયા કપના ઉદ્ધઘાટન સમારોહમાં પોતાને રજૂ થવાની તક મળતા ભારત,પાકિસ્તાન,શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ લોકો ઓળખતા થયા છે. તેના અવાજ ઉપરાંત ડાઉન ટુ અર્થ નેચરથી પણ લોકો પ્રભાવિત થયા વિના રહેતા નથી.


