'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા...' ની બબીતા કે અંજલિ ભાભીમાંથી સૌથી વધુ ધનિક કોણ? જાણો
Taarak Mehta Ka Ooltah Chashmah: સોની સબની ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હાલ લાઇમલાઇટમાં છે, જેના બે મુખ્ય કારણો છે પહેલું કારણ એ છે કે સીરિયલની ટીઆરપી ટોચ પર છે અને બીજું કારણ ભૂતનો નવો ટ્રેક દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. 28 જુલાઈ, 2008થી સબ ટીવી પર શરૂ થયેલી આ સીરિયલ 'અનુપમા' જેવા મોટા શોને પાછળ રાખીને આગળ નીકળી ગઇ છે.
'બબીતા જી'ની ભૂમિકા નિભાવતી મુનમુન દત્તા 2008થી આ સીરિયલનો ભાગ રહી છે. લોકો પણ તેને સીરિયલના પાત્રના નામે જ વધારે ઓળખે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 8.5 મિલિયન ફોલોઅર્સ છે, એક રિપોર્ટ્સ મૂજબ તેની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તે સીરિયલના એક એપિસોડ માટે 50,000થી 75,000 રૂપિયા ફીસ વસૂલે છે.
સીરિયલમાં 'અંજલી ભાભી'નું પાત્ર પહેલા અભિનેત્રી નેહા મહેતા ભજવતી હતી. તેણે આ સીરિયલ છોડ્યા પછી 'અંજલી ભાભી'ની ભૂમિકા સુનૈના ફૌજદારે સંભાળી દર્શકોનું દિલ જીતી લીધું. એક રિપોર્ટ્સ પ્રમાણે સુનૈનાની નેટવર્થ 19 કરોડથી વધરે છે, અને તે એક એપિસોડની ફી 25,000થી 30,000 રૂપિયા લે છે. સુનૈનાએ આ સીરિયલ પહેલા પણ અનેક સીરિયલોમાં કામ કર્યું છે.