કોણ છે પૂનમ પાંડેનો પતિ સેમ બોમ્બે? જેનાપર લગ્નના 13 દિવસ બાદ લાગ્યો મારપીટનો આરોપ
મુંબઇ, તા. 24 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે હંમેશા પોતાની બોલ્ડનેસને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. આ બધાની વચ્ચે પૂનમ પાંડેએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા જેની ખૂબ ચર્ચા થઇ હતી. પૂનમ અને તેના બોયફ્રેન્ડ સેમ બોમ્બેએ 13 દિવસ પહેલાં જ લગ્ન કરી લીધા હતા. પરંતુ હવે બન્ને વચ્ચે વિવાદ સામે આવ્યો છે. પૂનમે પતિ સેમ વિરુદ્ધ ઉત્પીડન અને મારપીટની ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદના આધારે ગોવા પોલીસે પતિ સેમ બોમ્બેની ધરપકડ પણ કરી છે.
પહેલો વિચાર આવે કે એ સેમ બોમ્બે કોણ છે? તો જાણીએ તેના વિશે.
પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેનો જન્મ સંયુક્ત અરબ અમીરાત દુબઇમાં થયો હતો. 36 વર્ષીય સેમનું પુરું નામ સેમ અહમદ બોમ્બે છે. પૂનમ પહેલાં સેમના લગ્ન અલે અહમદ સાથે થયા હતા તે એક મોડલ હતી. બન્નેના બે બાળકો છે. દિકરો ટ્રોય બોમ્બે અને દીકરી ટિયા બોમ્બે.
વ્યવસાયથી સેમ એક એડ ફિલ્મ નિર્માતા છે. તેણે અક્ષયકુમાર, રણબીર કપૂર, દીપિકા પદુકોણ, જેકલીન ફર્નાન્ડિસ, તમન્ના ભાટિયા, અલ્લુ અર્જુન અને અન્ય જાણીતા ફિલ્મ સ્ટાર સાથે અનેક પ્રોજેક્ટ કર્યા છે. એટલું જ નહીં હાલમાં જ સેમએ ઇન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ ખેલાડી યુવરાજ સિંઘ જેવા ક્રિક્ટરો સાથે કામ કર્યું છે. આ ઉપરાંત ઘણી બ્રાન્ડની જાહેરાત માટે નિર્દેશન પણ કરે છે.