'સંજુ'ના રિયલ લાઈફના કમલી ગુજ્જુ પરેશ ઘેલાણીએ પોસ્ટ કર્યો ભાવુક મેસેજ
- વાંચો સંજય દત્ત સાથેની દોસ્તી માટે શું કહ્યું .....
મુંબઈ, તા. 7. જુલાઈ 2018 શનિવાર
સંજય દત્તની સુપરહિટ સાબિત થયેલી બાયોપિક સંજુમાં સંજય દત્તના ખાસ મિત્ર કમલીના કારણે રીયલ લાઈફમાં સંજય દત્તના ગુજરાતી મીત્ર પરેશ ઘેલાણી લાઈમ લાઈટમાં આવી ગયા છે.
હાલમાં સંજય દત્તની સાથે સાથે પરેશ ઘેલાણી પર પણ તમામનુ ધ્યાન જઈ રહ્યુ છે ત્યારે અમેરિકાના લોસ એન્જલિસના રહેવાસી પરેશે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ મુકી છે.
જેમાં પરેશે લખ્યુ છે કે સંજુ મારા જીવનનો હિસ્સો બનવા માટે તારો આભાર, આ સફર આપણા માટે આસાન નહોતી અને આ સફરમાં મેં તારી પાસેશી દરેક મુશ્કેલ સમયનો સામનો કેવી રીતે કરવો તે શિખ્યો છું.
પરેશે આગળ લખ્યુ છેકે ભૂતકાળની ભૂલોમાંથી પાઠ લઈને તુ જે પ્રકારનો વ્યક્તિ બન્યો છે તે ખરેખર વખાણવા લાયક છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હશે કે તારા જેવો દોસ્ત અને ભાઈ મળે.
આખી દુનિયા આપણી દોસ્તીની વાતો કરી રહી છે. એ વ્યક્તિની કહાની કે જેણે મને પોતાની જિંદગીનો હિસ્સો માન્યો અને મને શિખવાડ્યુ કે પડીને ઉભા કેવી રીતે થવાય છે.
હું અત્યારે અલગ અલગ પ્રકારની લાગણી અનુભવી રહ્યો છુ. આપણામાંથી કેટલા લોકો એવુ કહી શકે છે કે મારી પાસે દુખના સમયમાં સાથ આપે અને મેટર બની શકે તેવો દોસ્ત છે?