રશ્મિકા મંદાનાને કોણે દુઃખી કરી? ઈન્સ્ટાગ્રામ પોસ્ટને પગલે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ
Rashmika Mandanna: નેશનલ ક્રશ અને સાઉથની એક્ટ્રેસ રશ્મિકા મંદાના આજકાલ બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી રહી છે. તાજેતરમાં તે સલમાન ખાનની ફિલ્મમાં જોવા મળી હતી. તે ઉંટીમાં આયુષ્માન ખુરાના સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે પરંતુ તેનું શૂટિંગ હાલમાં રોકાઈ ગયું છે. રશ્મિકાને થોડો બ્રેક મળ્યો છે. આ બ્રેક દરમિયાન તે ઘરે પહોંચી અને તેણે પોતાના ચાહકો સાથે એક ડાયરી નોટ શૅર કરી છે.
તમારા માતા-પિતા તમને સૌથી વધુ પ્રેમ કરે છે
રશ્મિકા મંદાનાએ પોતાની ડાયરી નોટમાં લખ્યું છે કે, 'ઘરે પહોંચ્યા પછી મને ખ્યાલ આવે છે કે કેટલું કામ બાકી છે.' એક્ટ્રેસે પોતાની બહેનના જન્મદિવસ વિશે પણ વાત કરી છે. રશ્મિકાને લાગે છે કે સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે. આ ઉપરાંત એક્ટ્રેસે મિત્રતા અને સંબંધો પર પણ ઊંડાણપૂર્વક લખ્યું છે કે, 'કોઈપણ વ્યક્તિ ખરાબ નથી હોતી પરંતુ એ શક્ય નથી કે કોઈ તમારા માટે સારો વ્યક્તિ હોય. જે વ્યક્તિ આજે તમારો મિત્ર છે, તે કાલે નહીં રહે કે પછી તે જીવનભર તમારો મિત્ર બની રહે, તે તેનો નિર્ણય છે. પણ તમારા માતા-પિતા તમને સૌથી વધુ પ્રેમ કરે છે, તેથી તેમનો આદર કરો.'
આ પણ વાંચો: નેપોટિઝમ અંગે ગ્લેમરસ એક્ટ્રેસ પલક તિવારીએ કહ્યું - 'અમારે ક્યારેય માતા-પિતાની બરાબરી...'
હવે રશ્મિકાના આ શબ્દો પરથી લાગે છે કે તેના નજીકના કોઈએ તેને દુઃખી કરી છે તેથી જ તે આવી વાતો લખી રહી છે.