image source :IANS
Bhabi Ji Ghar Par Hai: 'ભાભીજી ઘર પર હૈ' એક લોકપ્રિય પ્રિય કૉમેડી શો છે, જે લોકોના મનમાં સમાઈ ગયો છે. પછી એ અંગૂરી ભાભી હોય કે પછી, ગોરી મેમ કે વિભૂતી જીની વાત હોય, સીરિયલના દરેક પાત્રએ તેના અભિનયથી લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. જોકે, આ શોના લોકપ્રિય પાત્ર સતત બદલાતા રહ્યા છે. પહેલા આ સીરિયલના મુખ્ય પાત્ર અંગૂરી ભાભીની ભૂમિકામાં અભિનેત્રી શિલ્પા શિંદે જોવા મળતી હતી, હવે તેની જગ્યાએ અંગૂરી ભાભીની ભૂમિકામાં શુભાંગી અત્રે જોવા મળી રહી છે. તો જાણીએ કે શિલ્પા શિંદે આ શો છોડ્યા બાદ શું કરી રહી છે.
image source :IANS
શિલ્પા શિંદેએ આ સીરિયલ છોડ્યા પછી શુભાંગીએ 'અંગૂરી'નો રોલ સારી રીતે ભજવી રહી છે. જોકે, શિલ્પાને ફરીથી અંગૂરીના પાત્રમાં જોવા માટે ચાહકો હજી પણ ઈચ્છે છે. જણાવી દઈએકે શિલ્પાએ 'અંગૂરી'નું પાત્ર 2016 સુધી જ ભજવ્યું હતું. સીરિયલના પ્રોડ્યુસર બિનેફર કોહલી અને ભૂતપૂર્વ ચેનલ હેડ વિકાસ ગુપ્તા સાથેના વિવાદને કારણે તેણે આ શો છોડવો પડ્યો હતો.
47 વર્ષીય અભિનેત્રી શિલ્પા શિંદે લાંબા સમયથી કોઈ સીરિયલમાં દેખાઈ નથી. છેલ્લે તે 'ખતરો કે ખિલાડી 14'માં જોવા મળી હતી. તે પહેલાં 'મેડમ સર'માં એસીપી નૈના માથુરનો કેમિયો રોલ ભજવ્યો હતો. 'બિગ બોસ 11'નું ટાઇટલ પણ તેણે જીતી લીધું હતું. જોકે તેણે 'બિગ બોસ 18'માં તેના ફેવરેટ સ્પર્ધકોને જીતાડવા સોશિયલ મીડિયા પર વીડિયો પણ બનાવ્યો હતો . તાજેતરમાં, 3 અઠવાડિયા પહેલાં તેણે ઇન્સ્ટા પર ઇદની તસવીર પોસ્ટ કરી હતી, જેમાં સલવાર શૂટમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી.
 | image source: IANS
|
|
જણાવી દઈએ કે શિલ્પા શિંદેએ બે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં ફિલ્મ 'છિન્ના' અને 'શિવાની' સામેલ છે. જોકે, તેનુ વ્યક્તિગત જીવન પણ ખૂબ ચર્ચામાં રહ્યું છે. તેના લગ્ન અભિનેતા રોમિત રાજ સાથે નક્કી થયા હતા . 2009માં બંનેના લગ્નના કાર્ડ પણ છપાઇ ગયા હતા, પરિવારની હાજરીમાં ગોવામાં લગ્ન પણ થવાના હતા, પરંતુ શિલ્પાએ લગ્નના એક મહિના પહેલા જ રોમિત સાથે બ્રેકપ કરી લગ્ન તોડ્યા