Get The App

રણબીરે તેની એક ફિલ્મનું નામ પણ રાખ્યું હતું, જાણો બોક્સ ઓફિસ પર તેની કમાણી

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
રણબીરે તેની એક ફિલ્મનું નામ પણ રાખ્યું હતું,  જાણો બોક્સ ઓફિસ પર તેની કમાણી 1 - image

Ranbir Kapoor Hit Film: બોલિવૂડના અભિનેતા રણબીર કપૂર  ફિલ્મ 'એનિમલ' બાદ ફરી બૉક્સ ઑફિસ પર તેની બિગ બજેટ ફિલ્મ 'રામાયણ'ને રિલીઝ કરવાની તૈયારીમાં છે. રણબીરે તેના 18 વર્ષની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેની ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ઝટપટ કમાણી પણ કરી છે. કેટલીક ફિલ્મો હિટ થઈ, તો કેટલીક સુપરહિટ રહી, જ્યારે કેટલીક બ્લૉકબસ્ટર પણ રહી છે. ત્યારે રણબીરે એક એવી ફિલ્મ પણ આપી છે જેનું નામ તેણે પોતે રાખ્યું હતું. તો જાણીએ કે તે કઈ ફિલ્મ હતી અને તેનો બૉક્સ ઑફિસ પર શું હાલ થયો હતો?

રણબીરે  રાખ્યું હતું આ ફિલ્મનું નામ

અભિનેતા રણબીર કપૂરે 2007માં ફિલ્મ 'સાંવરિયા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રણબીરની એક્ટિંગ દર્શકોને ખૂબ પસંદ આવી, પણ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. પછી રણબીરે સેમી-હિટ ફિલ્મ 'બચના એ હસીનો'માં જોવા મળ્યો. ત્યાર બાદ તેણે 2009માં રિલીઝ થયેલી 'વેક અપ સિદ'માં દેખાયો. રણબીરે આ ફિલ્મનું નામ પોતે રાખ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મની વાર્તા લખાયા બાદ પણ તેનું ટાઇટલ નક્કી થયું ન હતું. ત્યારે રણબીરે આ નામ સજેસ્ટ કર્યું હતું.

ફિલ્મ 'વેક અપ સિડ'એ કેટલી કમાણી કરી હતી?

2 ઑક્ટોબર 2009ના રોજ રિલીઝ થયેલી 'વેક અપ સિદ'નું ડિરેક્શન અયાન મુખર્જીએ કર્યું હતું. તેમાં રણબીરની સામે જાણીતી અભિનેત્રી કોંકણા સેન શર્મા  દેખાઈ હતી. ફિલ્મમાં સુપ્રિયા પાઠક, અનુપમ ખેર, રાહુલ ખન્ના, કાશ્મીરા શાહ, નમિત દાસ અને શિખા તલસાણિયા જેવા કલાકારો પણ હતા. આ ફિલ્મ 14થી 15 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. ભારતમાં આ ફિલ્મ લગભગ રૂ. 28 કરોડ અને વર્લ્ડવાઇડ રૂ. 48 કરોડનું કલેક્શન કરીને હિટ સાબિત થઈ હતી.

Tags :