સારાભાઈ ફેમ એક્ટ્રસ વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન, ઈન્ડસ્ટ્રીમાં શોક
વૈભવીએ અદાલત, સીઆઈડી અને સારાભાઈ વર્સેસ સારાભાઈ દ્વારા ઓળખ બનાવી હતી
અભિનેત્રીએ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ છપાકમાં પણ કામ કર્યું હતું
Image: Instagram |
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય સિરિયલ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં નિધન થયુ છે. અભિનેત્રીના નિધનના સમાચાર સામે આવતા જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વૈભવી ઉપાધ્યાયના અચાનક નિધનના સમાચારે ચાહકોને હચમચાવી દીધા છે.
'Sarabhai vs Sarabhai' actor Vaibhavi Upadhyaya dies in car accident
— ANI Digital (@ani_digital) May 23, 2023
Read @ANI Story | https://t.co/ns0UuHz2Xd#VaibhaviUpadhyaya #SarabhaiVSSarabhai pic.twitter.com/hsiEyl2Uz1
કેવી રીતે થયો અકસ્માત?
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ગંભીર રોડ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અભિનેત્રીનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૈભવી ઉપાધ્યાય તેના પતિ સાથે કારમાં મુસાફરી કરી રહી હતી પરંતુ એક વળાંક પર કાર પર કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો.
છપાક ફિલ્મમાં કામ કર્યું હતું
વૈભવી એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી હતી. વૈભવી સીઆઈડી, સ્ટ્રક્ચર, અદાલત, સાવધાન ઈન્ડિયા, ક્રાઈમ એલર્ટ, પ્લીઝ ફાઇન્ડ એટેચ, ડિલિવરી ગર્લ, ઈશ્ક કિલ્સ અને લેફ્ટ રાઈટ લેફ્ટ જેવા હિટ શોનો પણ ભાગ રહી ચૂકી છે. જો કે અભિનેત્રીને સિરિયલ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ'થી મોટી ઓળખ મળી હતી. આ શોમાં તેના પાત્રનું નામ જાસ્મીન હતું. અભિનેત્રીની ભૂમિકા અને અભિનયને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. ટીવી શો ઉપરાંત વૈભવીએ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ છપાકમાં પણ કામ કર્યું હતું.