જાણીતા નાટય લેખક ઉત્તમ ગડ્ડાનું 71 વરસની વયે અમેરિકામાં નિધન
- ગુજરાતી નાટકો લખવાની સાથેસાથે હિંદી ફિલ્મની કથા અને પટકથા પણ લખી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 7 જૂન 2020, રવિવાર
જાણીતા ગુજરાતી નાટય લેખક ઉત્તમ ગડ્ડાનું ૭૧ વરસની વયે અમેરિકામાં નિધન થયું છે. તેના અવસાનથી ગુજરાતી નાટય જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.તેનું સોથી લોકપ્રિય નાટક પરેશ રાવલ અભિનિત મહારાથી હતું જે દેશભરમાં વિવિધ ભાષાઓમાં ભજવાયુ છે.
ઉત્તમ ગડ્ડાએ ગુજરાતી નાટકો ઉપરાંત હિન્દી નાટકો તેમજ હિંદી ફિલ્મોની કથા-પટકથા અને ડાયલોગ પણ લખ્યા છે.
પરેશ રાવલ અભિનિત મહારથી નાટક લોકપ્રિય થયું હતું અન ેઆ નાટકને અલગ અલગ ભાષામાં બનાવામાં આવ્યું હતું.
ગુજરાતી નાટકો ઉપરાંત ઉત્તમ ગડ્ડાએ હિન્દી ફિલ્મોની કથા અને પટકથા તેમજ ડાયલોગ પણ લખ્યા છે. જેમાં મુખ્ય ખિલાડી ૪૨૦ અને યૂં હોતા તો ક્યા હોતા ફિલ્મો છે. ખિલાડી ૪૨૦ ફિલ્મ માટે તો તેમને સ્ક્રીન એવોર્ડ માટે નોમિનેશન પણ મળ્યું હતું.
ઉત્તમના જાણીતા નાટકોમાં મહારથી, રેશમી તેજાબ, રાફડો, યુગપુરુષસ દીકરી વહાલનો દરિયો સહિત અન્ય નાટકો છે. તેણે ૨૦થી પણ વધુ ફુલ લેન્થ નાટકો આપ્યા હતા.
તેણે ટાઇમ બોમ્બ ૯/૧૧ સિરિયલ પણ લખી હતી.
થોડા સમય પહેલાના એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે પહેલાના સમયમાં ગુજરાતી નાટકો મોટા ભાગે મરાઠી અથવા અંગ્રેજી નાટકો પરથી લખવામાં આવતા હતા. પરંતુ હવે ગુજરાતીમાં મોલિક નાટકો લખાઇ રહ્યા છે તે ઘણી સારી વાત છે.
સામાન્ય રીતે તે ક્યું પાત્ર કોણ ભજવવાનું છે તે ધ્યાનમા ંરાખીને નાટક લખતા હતા.