જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને હાર્ટએટેક આવ્યો
- મુંબઇની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.11 ડિસેમ્બર 2020, શુક્રવાર
સાલ ૨૦૨૦ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભરખી રહ્યું છે. સતત એક પછી એક ખરાબ સમાચાર આવ્યા કરે છે. હાલ જાણવા મળેલ પ્રમાણે જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને હાર્ટ એટેક આવ્યો છે અને તેને મુંબઇની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયાના ન્યુજ પોર્ટલના અનુસાર રેમો ડિસોઝાને હાર્ટએટેક આવતા તેને મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સાથે તેની પત્ની પણ દેખરેખ કરી રહી છે. જોકે તેની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે.
મળેલી વાતને સાચી માનીએ તો, તેની એન્જિયોપ્લાસ્ટ સર્જરી કરવામાં આવી છે અને તેનું સ્વાસ્થય સારું છે. જોકે આનાથી વધુ માહિતી આ લખાય છે ત્યારે મળી નથી.
રેમો બોલીવૂડનો જાણીતો કોરિયોગ્રાફર છે. તેણે રેસ ૩ અને એબીસીડી સીરીઝ જેવી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. તે જાણીતા ડાન્સ રિયાલિટી શોના નિર્ણાયક તરીકે પણ જોવા મળ્યો છે.