અમિતાભ, રાની, કાજોલ સહિતના સેલેબ્સના બંગલામાં પણ પાણી
- બંગલાઓમાં રહેતા સેલેબ્સને અસર
- અમિતાભના પ્રતીક્ષા બંગલામાં પાણી ભરાયું હોવાનો વિડીયો વાયરલ થયો
મુંબઇ : મુંબઈમાં પાછલ ચાર-પાંચ દિવસમાં પડેલા ભારે વરસાદમાં અનેક ફિલ્મ સેલિબ્રિટીના બંગલાઓમાં પણ પાણી ભરાયાં હતાં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડીયો અનુસાર અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલોમાં પાણી ભરાયું હોવાનું દેખાય છે. અમિતાભનો આ બંગલો જૂહુમાં મેઈન રોડ પર જ છે અને તેથી રસ્તા પરનું પાણી તેના બંગલામાં પ્રવેશ્યું હતું.
બીજી તરફ અજય દેવગણ અને રાણી મુખર્જી તથા સની દેઓલ સહિતના સેલેબ્સના બંગલામાં પણ પાણી ભરાયાં હતાં. બોલીવૂડના નવી પેઢીના મોટાભાગના કલાકારો હાઈ રાઈઝ એપાર્ટમેન્ટસમાં જ રહે છે. જોકે, હજુ પણ કેટલાક કલાકારો પોતાના અલાયદા બંગલામાં રહેવાનું પસંદ કરે છે. તેમને ત્યાં દર વરસાદી સીઝન વખતે પાણી ભરાતાં હોવાના વિડીયો વાયરલ થાય છે.