સરોજ ખાનની બીમારીનો ખર્ચો શું સલમાન ખાન ઉઠાવી રહ્યો હતો ?
- સલમાનની બહેન અલવીરા પણ મદદ કરતી હતી ?
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.04 જુલાઈ 2020, શનિવાર
સરોજખાનનું શુક્રવારે મુંબઇમાં નિધન થઇ જવાથી બોલીવૂડને વળી એક વધુ આઘાત લાગ્યો છે. સરોજ ખાન ડાયાબિટિસથી પીડાતી હતી તેમજ તેનું ડાયાલિસિસ પણ કરવામાં આવતું હતું.
રિપોર્ટસને સાચો માનીએ તો, સરોજ ખાનના ઇલાજનો સઘળો ખર્ચો સલમાન ખાનનું ફાઉન્ડેશન ઉઠાવી રહ્યું હતું. ઉપરાંત તેની બહેન અલવીરાએ પણ સરોજ ખાનના ઇલાજમાં મદદ કરી હતી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, સલમાન જરૂરિયાતોની મદદે ઊભો રહ્યો છે. જોકે એકટરે કદી મીડિયાથી ફાઉન્ડેશન દ્વારા થતી મદદનો ઉલ્લેખ કર્યો નથી. સલમાન ખાનની બહેન અલવીરા અગ્નિહોત્રી અને પિતા સલીમ ખાનની દેખરેખ હેઠળ સલમાનનું ફાઉન્ડેશન ચાલે છે.
સલમાન ખાન જુનિયર આર્ટિસ્ટોના ઇલાજના ખર્ચા પણ આપે છે. જૂનિયર આર્ટિસ્ટ સઇદાએ જણાવ્યું હતું કે તેના કેન્સરના ઇલાજનો ખર્ચો સલમાનના ફાઉન્ડેશન આપ્યો હતો. ડોકટર તેમજ હોસ્પિટલમાંથી સારવાર અંગેના દરેક બિલ સલમાનના ફાઉન્ડેશન પાસે મોકલાતા હોય છે.