વિવેક ઓબેરોયે લોકડાઉનથી થયેલા પ્રભાવિત મજૂરોને આર્થિક સહાય કરી
- અભિનેતાએ 5000 પરિવારોના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 7 મે 2020, ગુરુવાર
ભારત સહિત પૂરા વિશ્વમાં કોરોનાના પ્રકોપને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. તેમાં ખાસકરીનદૈનિક વેતનધારીઓ પ્રભાવિત થયા છે. આવા લોકો માટે દરેક ક્ષેત્રમાંથી મદદ કરવામાં આવી છે, તેમજ બોલીવૂડના સ્ટાર્સ પણ આગળ આવ્યા છે. જેમાં હવે વિવેક ઓબેરાય પણ સામેલ થયો છે.
વિવેકે બુધવારે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાંચ હજાર શ્રમિકોના પરિવારોને તેણે મદદ પ્રદાન કરી છે. વિવેકે અને ફિનટે સ્ટાર્સ અપ ફાઇસેલપીરના સંસ્થાપર રોહિત ગજભિએએ મળીને મજૂરો, ઘરકામ કરનારા અન ેડ્રાઇવર જેવા લોકોને આર્થિક મદદ કરી છે. વિવેકે જણાવ્યુ હતું કે આ લોકો અહીં ફસાઇ ગયા હોવાથી તેમની સ્થિતિ બહુ ખરાબ હતી.
તેણે વધુમાં કહ્યું હતુ કે, પ્રવાસી મજૂરોમાંના ઘણા તો એવા છે કે તેઓ પોતાની દૈનિક જરૂરિયાત પણ પૂરી કરી શકે એવા સક્ષમ નથી. તે પોતાના બાળકો માટે ભોજન, ઘરનુંભાડુ તેમજ અન્ય આવશ્યયક વસ્તુઓ ખરીદવા માટે સંઘર્ષ કરીરહ્યા છે તેથી અમે ૫,૦૦૦થી અધિક પરિવારોને મદદ કરવાનો નિર્ણય લીધો ે. અમે આની શરૂઆત સપોર્ટ એન્ડ હેલ્પધ હેલ્પલેસ-સાથ સાથે શ્રમિકોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યા છે જેથી તેઓ જીવન આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી શકે. વિવેકે એમ પણ કહ્યું હતુ ંકે, અમે સોશિયલ મીડિયા પર પણ નિવેદન કર્યું છે જેથી તેમને વધુમાં વધુ મદદ મળી શકે.