Get The App

'કાશ્મીર ફાઈલ્સ'ના સર્જક વિવેક અગ્નિહોત્રીએ 18 કરોડનો ફ્લેટ લીધો

Updated: Oct 5th, 2022

GS TEAM

Google News
Google News
'કાશ્મીર ફાઈલ્સ'ના સર્જક વિવેક અગ્નિહોત્રીએ 18 કરોડનો ફ્લેટ લીધો 1 - image

મુંબઇ : બહુ લોકપ્રિય બનેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી અને પત્ની પલ્લવી જોશીએ ે હાલમાં જ મુંબઇના અંધેરીમાં ૧૮ કરોડ રુપિયાનો ફલેટ ખરીદ્યો છે. 

વિવેકે આ ફ્લેટના સોદા માટે ૧.૦૭ કરોડ રૂપિયા સ્ટેમ્પ ફી ભરી છે. બિલ્ડિંગના ૩૦મા માળે આવેલો આ ફ્લેટ ૩,૨૫૮ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ ફ્લેટ સાથે ત્રણ કારના પાર્કિંગ પણ ફાળવવામાં આવ્યા છે. 

વિવેક અગાઉ એડ ફિલ્મ અને બાદમાં ટીવી સિરિયલ બનાવતો હતો. ડાયરેક્ટર તરીકે તેની પહેલી ફિલ્મ 'ચોકલેટ' હતી. જોકે, તેનેે ખરી સફળતા 'કાશ્મીર ફાઈલ્લ્સિથી મળી છે. ૧૫ કરોડનું બજેટ ધરાવતી આ ફિલ્મે દુનિયાભરમાં ૩૪૦ કરોડનો બિઝનેસ કર્યો હોવાનું કહેવાય છે.