Actor Vivan Bhathena: ટીવીનો જાણીતો ચહેરો રહી ચૂકેલો વિવાન ભટેના હાલમાં ચર્ચામાં છે. વાસ્તવમાં તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાના સ્ટ્રગલિંગ દિવસોને યાદ કરતા જણાવ્યું કે, હું લગભગ પાંચ વર્ષ સુધી ઘરે બેસી રહ્યો. જેમ-તેમ કરીને બીજી જોબ કરીને પૈસા કમાયા અને પછી પોતાના EMI ભર્યા.
કોઈએ કામ ના આપ્યું
વિવાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'મને એક સીરીયલ ઓફર થઈ હતી, જેમાં મને એક મોટા ભાઈનો રોલ આપવામાં આવી રહ્યો હતો. પરંતુ સાચું કહું તો મારે તે રોલ નહોતો કરવો પરંતુ મેં વિચાર્યું કે ચાલો હું કરી લઉં છું. હું તેની ઓફીસે ગયો, ત્યાં રિસેપ્શન પર તેનો એક ફાઈનાન્સનો માણસ બેઠો હતો. તેનો ફોન ચાલી રહ્યો હતો.'
એક્ટરે આગળ કહ્યું કે, 'હું તેની સામે ગયો અને કહ્યું કે, હેલો સર હું વિવાન છું અને કોન્ટ્રાક્ટ માટે આવ્યો છું. તો તેણે જોયા વિના જ તે કોન્ટ્રાક્ટ ફેંકી દીધો અને તે કોન્ટ્રાક્ટ સીધો મારી સામે પડ્યો. ત્યારે મને એહસાસ થઈ ગયો કે, મારી કોઈ વૅલ્યુ નથી. આજે હું નહિ રહું તો કાલે કોઈ બીજું આવી જશે અમારી આટલી જ વૅલ્યુ છે.'
5 વર્ષ સુધી મારી પાસે કોઈ કામ નહોતું
એક્ટરે કહ્યું કે, 'મેં વિચાર્યું કે મારો ગ્રોથ ક્યાં છે. મારા દિમાગનું શોર્ટ સર્કિટ થઈ ગયું અને મેં મારી પત્નીને કહ્યું ક, મારે ટીવી છોડવી છે અને તે પોઈન્ટ પર મેં છોડી દીધી. હું તે સમયે ટીવી પર ડબલ ફિગર્સ કમાઈ રહ્યો હતો. 5 વર્ષ સુધી મારી પાસે કોઈ કામ નહોતું. આ દરમિયાન મારે એક જોબ કરવી પડી જેનાથી હું મારી EMI ભરી શકું.'


