Get The App

અવનીત કૌરનો ફોટો લાઈક કરવા પર વિરાટ કોહલીએ કરી સ્પષ્ટતા, કહ્યું- 'જાણીજોઈને નથી કરી'

Updated: May 2nd, 2025

GS TEAM

Google News
Google News
અવનીત કૌરનો ફોટો લાઈક કરવા પર વિરાટ કોહલીએ કરી સ્પષ્ટતા, કહ્યું- 'જાણીજોઈને નથી કરી' 1 - image

Virat Kohli Statement: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ 23 વર્ષની અવનીત કૌરનો ફોટો લાઇક કરી દીધો, જ્યારબાદ તેમણે હવે તેના પર સ્પષ્ટતા પણ આપવી પડી છે. તેમણે અવનીત કૌરના ફેન પેજથી શેર કરવામાં આવેલા ફોટોને લાઈક કર્યો હતો. જ્યારબાદ તેઓ ટ્રોલ થયા હતા.

ત્યારબાદ વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટા હેન્ડલથી  તેના પર સ્પષ્ટતા કરતા લખ્યું છે કે, આ ભૂલથી થયું છે, એટલા માટે મનફાવે તેવી વાતો ન બનાવો. ચાલો જાણીએ એવું શું થયું કે અનુષ્કા શર્માના પતિ અને ક્રિકેટના મોટા ચહેરા વિરાટ કોહલીએ સ્પષ્ટતા આપવી પડી છે. આ પહેલા જાણી લઈએ કે વિરાટ કોહલીએ સ્પષ્ટતામાં શું-શું લખ્યું છે.

વિરાટ કોહલીએ શું કરી સ્પષ્ટતા?

વિરાટ કોહલીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે કે, હું એ સ્પષ્ટ કરી દેવા માગું છું કે મારી ફીડ ક્લિન કરતા સમયે ભૂલથી કોઈ ઈન્ટરેક્શન રજિસ્ટર થઈ ગયું છે. એવું લાગે છે કે આ અલ્ગોરિધમ્સના કારણે થયું છે. તેના પાછળ મારો કોઈ ઈરાદો ન હતો. હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ કારણ વગરની વાતો ન બનાવે. મારી વાત સમજવા માટે આભાર.

અવનીત કૌરનો ફોટો લાઈક કરવા પર વિરાટ કોહલીએ કરી સ્પષ્ટતા, કહ્યું- 'જાણીજોઈને નથી કરી' 2 - image

વિરાટ કોહલીને શા સ્પષ્ટતા આપવી પડી?

તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીના સોશિયલ મીડિયા પર 271 મિલિયન ચાહકો છે. હવે જ્યારે વિરાટે ટીવી અભિનેત્રી અવનીતના ફેન પેજ પરથી શેર કરાયેલો ફોટો લાઈક કર્યો, ત્યારે તે નેટીઝન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો. કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરવાનું શરૂ કરી દીધું. કેટલાકે લખ્યું કે તેમનો ફોન તેમના બાળકો પાસે હોઈ શકે છે અને તેથી જ આવું બન્યું હશે. આ પછી ક્રિકેટરે આ મામલે સ્પષ્ટતા આપવી પડી.

અવનીત કૌર કોણ છે?

અવનીત કૌર એક ટીવી અભિનેત્રી છે. 'મેરી મા' થી અભિનયમાં ડેબ્યૂ કરનાર અવનીત કૌર કોમેડી શો 'તેડે હૈં પર મેરે હૈં' માં પણ જોવા મળી છે. તે લગભગ 13 વર્ષ પહેલા ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા' માં જોવા મળી હતી. આ ઉપરાંત તેમણે 'લવ કી એરેન્જ મેરેજ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.