Get The App

વિરાટ-અનુષ્કાએ 7મી એનિવર્સરી સેલિબ્રેટ કરી, કેમેરાને ઈગ્નોર કરતા દેખાયા, તસવીર વાયરલ

Updated: Dec 12th, 2024

GS TEAM

Google News
Google News
Virat-Anushka Wedding Anniversary


Virat-Anushka Wedding Anniversary: ભારતના દિગ્ગજ બેટર  વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેમના લગ્નની 7મી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. બંનેએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. વિરાટ અને અનુષ્કા ભારતના સૌથી પ્રખ્યાત સ્ટાર કપલ છે. 

કપલ ઓસ્ટ્રેલિયામાં ઉજવી રહ્યું છે અનિવર્સરી

અનુષ્કા ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળે છે. તાજેતરમાં પર્થમાં કોહલીની સેન્ચુરી દરમિયાન હાજર હતી. હાલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયામાં છે. બ્રિસ્બેનમાં ટીમ ઈન્ડિયાની હોટલની બહાર બંને દેખાયા હતા. આ બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ-અનુષ્કાએ 7મી એનિવર્સરી સેલિબ્રેટ કરી, કેમેરાને ઈગ્નોર કરતા દેખાયા, તસવીર વાયરલ 2 - image

વિરાટ અને અનુષ્કાનો ફોટો થયો વાયરલ

જેમાં અનુષ્કા સફેદ ટી-શર્ટ, બ્લૂ જીન્સ, મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં અદભૂત દેખાતી હતી. જ્યારે વિરાટ પણ ડેશિંગ લાગતો હતો. વિરાટ કોહલી બેજ ટી-શર્ટ, બ્લેક પેન્ટ, સફેદ શૂઝ અને બ્લેક કેપમાં જોવા મળ્યો હતો. તેના હાથમાં એક શોપિંગ બેગ પણ જોવા મળી હતી.

કપલે કેમેરાને ઇગનોર કર્યો 

તસવીરમાં જોવા મળે છે કે કેમેરાને ઈગ્નોર માટે વિરાટ અને અનુષ્કા અલગ-અલગ ચાલી રહ્યાં છે. તેમજ કેમેરા પર વિરાટ અને અનુષ્કા કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના આગળ વધે છે. તેમજ તેમની સાથે તેમના બાળકો પણ જોવા મળતા નથી.

ફેન્સે પાઠવ્યા અભિનંદન 

કપલનો લેટેસ્ટ ફોટો જોયા બાદ તેમના ફેન્સ ખુશ છે. યુઝર્સ વિરુષ્કાની જોડીને મેડ ઇન હેવન તરીકે ટેગ કરી છે. ચાહકોએ વિરાટ અને અનુષ્કાને તેમની 7મી વેડિંગ એનિવર્સરી પર તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. 

Tags :