| Image : venusworldent |
Monalisa New Song: મહાકુંભની મોનાલિસા રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. એક તસવીર અને વીડિયોએ તેનું જીવન બદલી નાખ્યું. ભૂરી આંખોવાળી મોનાલિસા હવે એક્ટ્રેસ બની ગઈ છે. મોનાલિસા 'ધ મણિપુર ડાયરી' ફિલ્મથી ચર્ચામાં રહી છે. છેલ્લા એક વર્ષથી મોનાલિસા તેની પહેલી ફિલ્મના શૂટિંગનું કામ શરૂ છે. આ દરમિયાન મોનાલિસાના અનેક વીડિયો મ્યુઝિક આલ્બમ રિલીઝ થયા છે. તેવામાં વાઈરલ ગર્લ મોનાલિસાના નવા લવ સોન્ગનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં મોનાલિસાનો ખૂબસૂરત લુક જોઈને ફેન્સે વખાણ કર્યા હતા.
મોનાલિસાના નવા સોન્ગનું ટીઝર રિલીઝ
વીનસ એન્ટરટેનમેન્ટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવા સોન્ગ 'દિલ જાનીયા'ના ટીઝરનો વીડિયો શેર કર્યો છે. જેમાં વાઈરલ ગર્લ મોનાલિસા જોવા મળે છે. સોન્ગમાં તેની સાથે એક્ટર સમર્થ મહેતા છે. આ સોન્ગ લૈસલ રાયએ ગાયું છે. જ્યારે સોન્ગના કમ્પોઝર રાજા હરભજન સિંહ છે અને લિરિસિસ્ટ ગગનદીપ છે. તેમજ સોન્ગનું ડાયરેક્શન રિધમ સંધ્યાએ કર્યું છે. મોનાલિસાનુ આ સોન્ગ 8 જાન્યુઆરીએ રિલીઝ થશે. ટીઝરમાં મોનાલિસા સલવાર સૂટમાં રોમેન્ટિક લુકમાં જોવા મળે છે.
ફેન્સે કર્યા વખાણ
વાઈરલ ગર્લ મોનાલિસાના નવા લવ સોન્ગનું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરમાં મોનાલિસાની એક્ટિંગ જોઈને ફેન્સ વખાણ કરી રહ્યા છે. એક ફેન્સે લખ્યું કે, 'આવા એક્સપ્રેશન તો આલિયામાં પણ નથી દેખાયા...' તમને જણાવી દઈએ કે, વર્ષ 2025માં જાન્યુઆરી મહિનામાં યુપીના પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળાથી મોનાલિસા ચર્ચામાં આવી હતી.
મહાકુંભથી વાઈરલ થઈ મોનાલિસા
મહાકુંભ મેળામાં માળા વેચતી મોનાલિસાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. વધતી જતી પ્રસિદ્ધિથી મોનાલિસાને ફિલ્મની ઓફર મળી હતી. જેમાં ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રાએ મોનાલિસાને એક ફિલ્મની ઓફર કરી હતી. પછી, મોનાલિસા 'ધ મણિપુર ડાયરી' ફિલ્મથી ચર્ચામાં રહી, પરંતુ આ ફિલ્મ ક્યા સુધી તૈયાર થશે અને ક્યારે રિલીઝ થશે તેને લઈને કોઈ અપડેટ સામે આવી નથી. આ દરમિયાન મોનાલિસા સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ રહીને ફેન્સને પોતાની અપડેટ આપતી રહે છે.


