Get The App

ડોન થ્રીમાં ફરી જોડાવા માટે વિક્રાંત મેસ્સીને ઓફર

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
ડોન થ્રીમાં ફરી જોડાવા માટે વિક્રાંત મેસ્સીને ઓફર 1 - image

- મેસ્સી માટે ફરહાન સ્ક્રિપ્ટમાં ફેરફારો માટે પણ તૈયાર

- અમિતાભ-ઝિન્નત અથવા તો શાહરૂખ-પ્રિયંકાના કેમિયોનું પણ ફરહાનનું પ્લાનિંગ 

મુંબઇ : રણવીર સિંહની 'ડોન થ્રી'ની ગાડી પાટા પર ફરી ચઢી ચુકી છે. હવે સર્જક ફરહાન અખ્તર આ ફિલ્મમાં વિલન તરીકે ફરી વિક્રાંત મૈસ્સીને લાવવા પ્રયાસ કરી રહ્યો છે. 

અગાઉ વિક્રાંતે સ્ક્રિપ્ટ તથા તારીખોનાં કારણે આ ફિલ્મ છોડી દીધી હતી. હવે ચર્ચા મુજબ ફરહાને ફરી તેને આ ભૂમિકા ઓફર કરી છે. વિક્રાંત હા પાડે તો સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારો કરવા પણ ફરહાનની તૈયારી છે. ફરહાને રણવીર અને ક્રિતી સેનનને એક્શન દ્રશ્યો માટે તૈયારી શરુ કરવા જણાવી દીધું  છે.બીજી તરફ ફરહાન મૂળ 'ડોન'ની જોડી અમિતાભ તથા ઝિન્નત અમાન અથવા તો તે પછી તેણે બનાવેલી 'ડોન'ની જોડી શાહરુખ ખાન અને પ્રિયંકા પણ 'ડોન થ્રી'માં કેમિયો કરે તેવુ ંઈચ્છી રહ્યો છે.

 જોકે, આ પ્લાનિંગમાં હજુ તે કેટલો આગળ વધ્યો છે તે જાણી શકાયું નથી.