વિક્રાંત મૈસી વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મમાં આઇપીએસ ઓફિસરના રોલમાં જોવા મળશે
- આઇપીએસ અધિકારી મનોજ કુમાર શર્મા અને શ્રદ્ધા જોશીની વાસ્તવિકજીવન પરથી પ્રેરિત
મુંબઇ: વિધુ વિનોદ ચોપરા 12મી ફેઇલ પુસ્તક પર આધારિત ફિલ્મ બનાવી રહ્યો છે. તેણે પોતાની ફિલ્મનું નામ પણ 12મી ફેઇલ જ રાખ્યું છે. આ ફિલ્મમાં વિક્રાંત મૈસી મુખ્ય રોલમાં જોવા મળવાનો છે.
આ ફિલ્મ મનોજ કુમાર શર્મા અને શ્રદ્ધા જોશી નામના બે આઇપીએસ અધિકારીઓ પરના વાસ્તવિક જીવન પરથી પ્રેરિત છે. 12મી ફેઇલ એક બાયોપિક નહીં પરંતુ આ બે ઓફિસરોની પ્રેરણા પર આધારિત છે.
વિધુ વિનોદ ચોપરાએ આ ફિલ્મ વિશે જણાવ્યુ ંહતુ ંકે, જો એક ઇમાનદાર વ્યક્તિ સત્તા પર હોય તો દુનિયા વાસ્તવમાં બદલાઇ શકે છે. આ ફિલ્મ ઘણા અધિકારીઓની ઇમાનદારી પર છે. આ ફિલ્મ બનાવાનું મુખ્ય કારણ આઇપીએસ અધિકારી બનવા માટે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનું છે. જો હું તેમને ઇમાનદાર બનવા માટે પ્રેરિત કરી શકીશ તો મને લાગશે કે હું મારા પ્રયાસમાં સફળ થયો છું.
ેવિક્રાંત મેસીએ જણાવ્યું હતુ ંકે, આપણા સમયની ટ્રેજેડી એ છે કે સત્ય અને ઇમાનદારી દુર્લભ છે. આ ફિલ્મ આઇપીએસ અધિકારી બનવાના શમણાં જોતા દરેક ઇમાનદાર અધિકારીઓ પ્રતિ સમર્પિત છે જે આપણા દેશઅને સંવિધાનની કરોડરજ્જુ સમાન છે.