Vikram Vedha Teaser: ગેંગસ્ટર ઋત્વિકનો કિલર સ્વેગ, ધમાકેદાર એક્શનથી ભરપૂર છે ફિલ્મનું ટીઝર
-વિક્રમ વેધા ફિલ્મમમાં સૈફ-ઋત્વિક લીડ રોલમાં
- ધમાકેદાર એક્શનથી ભરપૂર ફિલ્મનું ટીઝર
નવી મુંબઇ,તા. 24 ઓગસ્ટ 2022,બુધવાર
સારા અને ખરાબમાં ફર્ક કરવો સરળ છે, પણ અહીં તો બંને જ ખરાબ છે, જી હા 2022ની મચઅવેટેડ ફિલ્મ વિક્રમ વેધાનું ધમાકેદાર ટીઝર રિલીઝ થઇ ગયુ છે. વર્ષ 2017માં આવેલી સુપરહીટ તામિલ ફિલ્મ વિક્રમ વેધામાં આર માધવન અને વિજય સેતુપથીની એવી પરફોર્મન્સ આપી કે લોકોનું દિલ જીતી લીધિ હતુ, પણ હવે આ ફિલ્મને ફરીથી સિલ્વર સ્ક્રિન પર રજૂ થવાની તક ફરી મળી રહી છે.
સૈફ-ઋત્વિકનો સ્વેગ
વિક્રમ વેધા ફિલ્મમમાં સૈફ-ઋત્વિક લીડ રોલમાં જોવા મળશે પણ અલગ સ્વેગમાં.. આ ફિલ્મ દ્વારા ઋત્વિક રોશન 3 વર્ષ બાદ સિલ્વર સ્ક્રિન પર ધમાલ મચાવશે. ફિલ્મનું ટીઝર દમદાર ડાયલોગ અને એક્શન સીન અને થ્રિલરથી ભરપૂર છે. વિક્રમ વેધાના હિન્દી વર્ઝનને પણ ઓરિજનલ ફિલ્મના મેકર્સ પુષ્કર-ગાયત્રિએ ડાયરેક્ટ કરી છે.
ફિલ્મનું ટીઝર કેવુ છે?
આ ફિલ્મનું ટીઝર જોયા બાદ તમે જરુરથી ફિલ્મની રાહ જોશો એ નક્કી છે. ટીઝરમાં યૂપીના બેકડ્રોપમાં તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને ઋત્વિક રોશનની પાવર પેક્ડ પરફોર્મન્શ જોવા મલી રહી છે.
ઋત્વિક રોશન સન ગ્લાસ અને કુર્તામાં વિલન બનીને એક રોપ જમાવતો જોવા મળ્યો ત્યારે સેફ અલી ખાન પણ પોલીસના ડેસિંગ અવતારમાં જોવા મળ્યો. આ ફિલ્મમાં ઋત્વિક રોશન ચોર જ્યારે સૈફ અલી ખાન પોલીસના અવતારમાં જોવા મળશે.
ટીઝર લોન્ચ થતાની સાથે ઋત્વિક રોશને આ અંગે કહ્યું કે, આ ફિલ્મની ઓરિઝનલ જોયા બાદ જ તે આ ફિલ્મને મેનિફેસ્ટ કરી રહ્યાં હતા. ટીઝરમાં ફિલ્મનુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મના સીનને ઓરિઝનલ લુક આપે છે.