વિક્રમ ગોખલેના સ્વાસ્થયમાં ધીમો સુધારો થઇ રહ્યો છે
- પીઢ અભિનેતાની તબિયત વિશે હોસ્પિટલ ઓથોરિટીએ હેલ્થ અપડેટ આપ્યા
મુંબઇ : હિંદી અને મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેના સ્વાસ્થ્ય વિશે રોજ નવા અપડેટ આવી રહ્યા છે. ૭૭ વર્ષીય પીઢ અભિનેતા ૧૫ દિવસથી વધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના નિધનની પણ અફવા હાલમાં ચગી હતી.
હવે વિક્રમ ગોખલેના સ્વાસ્થ્યને લઇનેે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલના સ્પોક પર્સને જાણકારી આપી છે.તેણે શેર કર્યું છે કે, અભિનેતા વિક્રમ ગખલેના સ્વાસ્થયમાં સુધારો જોવા મળી રહ્યો છે. તે ધીરે-ધીરે પહેલા કરતાસ્વસ્થ થઇ રહ્યા છે. તેણે પોતાની આંખો ખોલી હતી અને શરીરના અંગ પર હલાવ્યા હતા. આશા છે કે, આવનારા ૪૮ કલાકોમાં તેમનાથી જોડાયેલું વેન્ટિલેટર દૂર કરવામાં આવશે. તેમનું બ્લડપ્રેશર અને હાર્ટ પણ વ્યવસ્થિત છે.
ઉલ્લેખનીય છે કે,બુધવારે સાંજના તેમના નિધનની અફવા ચગી હતી. આ પછી તેમની પત્નીએ મીડિયા વાતચીતમાં અફવાનું ખંડન કરીને તે જીવિત હોવાનું જણાવ્યું હતું. તેમની પત્નીએ જણાવ્યું હતું કે, તેઓ હૃદય અને કિડનીની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.