Get The App

વિજય સેતુપતિનો નિતેશ તિવારીની રામાયણમાં વિભીષણના રોલ માટે સંપર્ક

Updated: Jan 28th, 2024

GS TEAM

Google News
Google News
વિજય સેતુપતિનો નિતેશ તિવારીની રામાયણમાં વિભીષણના રોલ માટે સંપર્ક 1 - image


- માર્ચમાં શૂટિંગ શરૂ થશે : જોકે હજી અભિનેતાએ ફિલ્મના કરાર સાઇન કર્યા નથી

મુંબઇ : નિતેશ તિવારીની રામાયણમાં વધુ એક સાઉથના કલાકારની એન્ટ્રી થઇ ચુકી છે. નિતેશ તિવારીએ ફિલ્મમાં વિભીષણના રોલ માટે વિજય સેતુપતિનો સંપર્ક કર્યો છે. અભિનેતાએ મોખિક સહમતી આપી દીધી છે પરંતુ ફિલ્મ સાઇન કરી નથી.  આ ફિલ્મમાં રામના રોલમાં રણબીરકપૂર અને સીતાના પાત્રને સાંઇ પલ્લવી જોવા મળવાની છે. જ્યારે કુબ્રા સૈન ફિલ્મમાં રાવણની બગેન શૂપર્ણખાની ભૂમિકામાં જોવા મળશે. તેમજ સની દેઓલને ભગવાન હનુમાનનો રોલ ઓફર થયો છે. જ્યારે લારા દત્તા કૈકયીના રોલમાં જોવા મળવાની છે. 

આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનવાની છે.

Tags :