Get The App

વિજય દેવરકોંડાની ફિલ્મ કિંગડમ ટુ અભેરાઇએ ચડી ગઈ

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
વિજય દેવરકોંડાની ફિલ્મ કિંગડમ ટુ અભેરાઇએ ચડી ગઈ 1 - image

- મૂળ ફિલ્મ કિંગડમ બોક્સઓફિસ પર નિષ્ફળ જતાં નિર્માતાનો નિર્ણય

મુંબઇ : વિજય દેવરકોંડાની ફિલ્મ કિંગડમ જુલાઇમાં રિલીઝ થઇ હતી. જેમાં વિજય દેવરકોડા મુખ્ય રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મને શરૂઆતમાં એક ફ્રેન્ચાઇઝીની શરૂઆત તરીકે યોજનાબદ્ધ કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મ બોક્સઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. પરિણામે નિર્માતાએ આ ફિલ્મને આગળ ન વધારવાનો નિર્ણય કર્યો છે. 

કિંગડમ ફિલ્મના નિમાતા નાગા વામસીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુંકે, કિંગડમ ફિલ્મની ફ્રેન્ચાઇઝી ન કરવાનો ફેંસલો કર્યો છે. જોકે તેઓ ફિલ્મના દિગ્દર્શક ગૌતમ સાથે વધ ુએક ફિલ્મ પર કામ કરી રહ્યો છે. 

કિંગડમ ફિલ્મમાં વિજયદેવરકોડાએ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. જે એક ગુપ્ત મિશન પર હોય છે અને તેને અંગત સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે. ફિલ્મમા  એકશન અને મનોવૈજ્ઞાનિક ડ્રામાનું મિશ્રણ હતું.આ ફિલ્મ ૩૧ જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવી હતી પરંતુ નિષ્ફળ જતાં ફ્રેન્ચાઇઝી પર કામ શરૂ કરવામાં આવ્યું નહોતું.