ફરહાન અખ્તરની ડોન 3માં વિજય દેવરકોંડાની એન્ટ્રી
- વિક્રાંત મૈસીના સ્થાને ગોઠવાયાની ચર્ચા
મુંબઇ : ફરહાન અખ્તરની ડોન ૩ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને વારંવાર અપડેટ આવ્યા કરે છે. હાલના અપડેટના અનુસાર,વિજય દેવરકોંડાએ વિક્રાંત મૈસીનું સ્થાન લઇ લીધું છે. ઘણી અફવાઓ અને દાવા સાથે ચર્ચા છે કે, વિજય દેવરકોડાએ ફરહાન અખ્તરની એકશન થ્રિલર ફિલ્મ ડોન ૩માં વિલનના રોલમાં વિક્રાંત મૈસીનું સ્થાન લઇ લીધું છે.
રિપોર્ટના અનુસાર, ડોન ૩માં વિજય દેવરકોંડાનો મુકાબલો રણવીર સિંહ સાથે થશે. હાલ ફરહાન અખ્તર લંડનમાં શૂટિંગ માટે યોગ્ય લોકેશનની શોધ કરી રહ્યો છે.
ફરહાનની ડોન ૩માં ઘણા સ્પેશયલ કેમિયો હોવાની પણ ચર્ચા હતી. એક રિપોર્ટના અનુસાર નિર્માતા શાહરૃખ ખાનના પાત્રને સામેલ કરવા માટે થોડ ાડ્રામેટિક એન્ગલ જોડવાની યોજના કરી રહ્યા છે. ફરહાન અખ્તરે શાહરૃખ ખાનનો સંપર્ક કરીને તેના રોલ વિશે જણાવ્યું હતું.
અન્ય એક અફવા અનુસાર, પ્રિયંકા ચોપરા પણ ડોન ૩માં કેમિયો કરતી જોવા મળવાની છે.
ફિલ્મ ડોન ૩નું શૂટિંગ ૨૦૨૬માં શરૃ કરવામાં આવશે અને વરસના અંત સુધીમાં ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.