વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી પર બેટિંગ એપ્પને પ્રમોટ કરવાનો કેસ
- તેલંગણા પોલીસે ફરિયાદ દાખલ કરી
- પ્રકાશ રાજ અને નીધિ અગ્રવાલ સહિતના પચ્ચીસ સેલિબ્રિટીને આરોપી તરીકે દર્શાવાયા
મુંબઇ : તેલંગણા પોલીસે વિજય દેવરકોંડા, પ્રકાશ રાજ અને રાણા દગ્ગુબાતી સહિત પચ્ચીસ સેલિબ્રિટી પર ગેરકાયદેસર બેટિંગ એપ્સને પ્રોત્સાહિત કરવા અને જનતાને ખોટે માર્ગે ચડાવવાનો આરોપ સાતે કેસ દાખલ કર્યો છે.
પોલીસ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, નિધિ અગ્રવાલ, મંચૂ લક્ષ્મી સહિત અન્યો પર સટ્ટાબાજીના એપનો પ્રચાર કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
આ ફરિયાદમાં રાણા દગ્ગુબાતીને આરોપી નંબર વન તરીકે તથા પ્રકાશ રાજને આરોપી નંબર ટૂ તરીકે દર્શાવાયા છે. વિજય દેવરકોંડા સહિતના અન્ય સેલિબ્રિટી પર જુદાં જુદાં એપને પ્રમોટ કરવાનો આરોપ મૂકાયો છે. પોલીસે ઈશારો આપ્યો છે કે તે હજુ વધુ સેલિબ્રિટીઓને આ એપ્સ પ્રમોટ કરવા બદલ સાણસામાં લઈ શકે છે.
આ પહેલા પણ ૧૧ ફિલ્મી હસ્તીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફલુએસર્સના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા.જેમાંથી ઘણાએ સાર્વજનિક રીતે માફી માંગી હતી, તેમજ સટ્ટાબાજી પ્લેટફોર્મન પ્રોત્સાહિત કરવામાં પોતાની ભાગીદારીનો સ્વીકાર સ્વીકાર કર્યો હતો. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, તે સમયે તેઓ આ પ્રચારના નકારાત્મક પરિણામોથી અજાણ હતા.