વિજય અને રશ્મિકા ન્યૂયોર્કમાં ઈન્ડિયા પરેડમાં સજોડે ભાગ લેશે
- 17મી ઓગસ્ટે ન્યૂયોર્કમાં પરેડ યોજાશે
- લાંબા સમયથી સંબંધની અટકળો બાદ બંનેએ હવે જાહેરમાં સાથે દેખાવાનું શરૂ કર્યું
મુંબઈ: વિજય દેવરકોંડા તથા રશ્મિકા મંદાનાએ હવે પોતાના સંબંધોને છૂપાવવાનું છોડી દીધું છે. તેઓ કેટલાક સમયથી જાહેરમાં સાથે દેખાઈ રહ્યાં છે. હવે ન્યૂયોર્કમાં યોજાનારી ઈન્ડિયા પરેડમાં પણ તેઓ સાથે ભાગ લેવાના છે.
ન્યૂયોર્કમાં ભારતીય દ્વારા દર વર્ષે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઈન્ડિયા પરેડ યોજાય છે. તેમાં કોઈને કોઈ ભારતીય સેલિબ્રિટી નેતૃત્વ કરે છે. આ વખતે તા. ૧૭મી યોજાનારી પરેડમાં વિજય દેવરકોંડા તથા રશ્મિકા સજોડે ભાગ લેવાનાં હોવાનું જાણવા મળ્યું છે.
વિજય અને રશ્મિકા આઝાદી દિન નિમિત્તે અન્ય કેટલીક ઈવેન્ટસમાં પણ ભાગ લેવાના છે.
અગાઉ બંને એરપોર્ટ પર અલગ અલગ આવતાં જતાં દેખાતાં હતાં. પરંતુ, હવે તેઓ પ્રવાસ કે ઈવેન્ટસમાં સજોડે જ દેખાવા લાગ્યાં છે. જોકે, હજુ સુધી તેમણે પોતાના સંબંધ વિશે કોઈ ઓફિશિયલ ઘોષણા કરી નથી.