વિદ્યુત જામવાલ હવે હોલીવૂડમાં પણ નસીબ અજમાવશે
- બોલીવૂડમાં સરિયામ નિષ્ફળ ગયો છે
- વીડિયો ગેમ સીરિઝ આધારિત ફિલ્મ સ્ટ્રીટ ફાઈટરમાં રોલ મળ્યો
મુંબઇ : વિદ્યુત જામવાલ પણ બોલીવૂડના અન્ય કલાકારોની માફક હોલીવૂડમાં પોતાનું ભાગ્ય અજમાવવાનો છે. તે 'સ્ટ્રીટ ફાઈટર' ફિલ્મમાં થાલસિમની ભૂમિકા ભજવવાનો છે.
આ ફિલ્મ એક જાણીતી વીડિયો ગેમ સીરિઝ પર આધારિત છે. ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ ફાઈનલ કરવામાં આવી નથી. પરંતુ ફિલ્મ એક માર્શલ આર્ટ્સ ટુર્નોમેન્ટને લગતી હશે તેમ મનાય છે. બોલીવૂડમાંથી દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, ઈશાન ખટ્ટર, આદર્શ ગૌરવ સહિતના અનેક કલાકારો હોલીવૂડમાં નસીબ અજમાવી ચૂક્યા છે. જોકે, આ બધા કલાકારોની સરખામણીએ વિદ્યુત જામવાલ બોલીવૂડમાં પણ ખાસ કશું ઉકાળી શક્યો નથી. તે એક બોડી બિલ્ડર જેવો દેખાવ ધરાવે છે પરંતુ એક્ટિંગના નામે ઝીરો હોવાથી તેને ખાસ કોઈ મહત્વની ફિલ્મો ઓફર થતી નથી.