Get The App

વિદ્યા બાલન છ વર્ષ પછી ફરી અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરશે

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
વિદ્યા બાલન છ વર્ષ પછી ફરી અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરશે 1 - image

મુંબઈ : વિદ્યા બાલન અને અક્ષય કુમાર છ વર્ષ પછી ફરી સ્ક્રીન શેર કરશે. અનીસ બાઝમી અક્ષય કુમાર સાથે એક ફિલ્મ બનાવી રહ્યો છે.  આ ફિલ્મમાં બે હિરોઈનનો રોલ છે. તેમાંથી એક હિરોઈન તરીકે વિદ્યા બાલન નક્કી થઈ છે. વિદ્યા બાલન તથા અક્ષય કુમાર અગાઉ 'મિશન મંગલ' ફિલ્મમાં સાથે દેખાયાં હતાં. તે સિવાય તેઓ 'ભૂલભૂલૈયા'  અને 'હે બેબી' સહિતની ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. હજુ થોડા દિવસો પહેલાં જ અનીસ બઝમીએ જાહેર કર્યું હતું કે તે આશરે ૧૫ વર્ષના સમયગાળા પછી ફરી અક્ષય કુમાર સાથે કોલબરેટ કરી રહ્યો છે. 

છેલ્લે અક્ષયે અનીસ બાઝમીની 'થેન્ક યુ' ફિલ્મમાં કામ કર્યું હતું.