- અનીસ બઝમીની ફિલ્મની સ્ટોરીની વિગતો જાહેર થઈ
- અક્ષય કુમાર એક માજી પોલીસ અધિકારીની ભૂમિકામાં હશે, શૂટિંગ શરૂ
મુંબઈ : અનીસ બઝમી અક્ષય કુમારને લઈને એક ફિલ્મ બનાવી રહ્યો છે. તેની સ્ટોરીની થોડી વિગતો બહાર આવી છે. અક્ષય આ ફિલ્મમાં એક માજી પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે.
વિદ્યા બાલન તેની પત્નીની ભૂમિકામાં હશે જ્યારે રાશિ ખન્ના તેની એક્સ પ્રેમિકાની ભૂમિકામાં હશે તેમ કહેવાય છે.
રાશિ ખન્ના એક કેસમાં અક્ષય કુમારની મદદ માગે છે તેવી ફિલ્મની વાર્તા છે. તાજેતરમાં મુંબઈમાં ગોરેગાંવ વિસ્તામાં તૈયાર કરાયેલા સેટ પર અક્ષય કુમારે આ ફિલ્મનું શૂટિંગ ચાલુ કરી દીધું છે.
આ ફિલ્મને હજુ સુધી કોઈ ટાઈટલ અપાયું નથી.
આ ફિલ્મ દ્વારા અક્ષય કુમાર ્અનીસ બઝમી સાથે લગભગ ૧૫ વર્ષ પછી કોલબરેટ કરી રહ્યો છે. અક્ષય કુમાર અને વિદ્યા બાલન પણ વર્ષો પછી સાથે દેખાશે.


