Get The App

વિકી કૌશલની આગામી ફિલ્મની ઘોષણા થઇ

- અભિનેતા યશરાજ ફિલ્મસના બેનર સાથે કામ કરશે

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
વિકી કૌશલની આગામી ફિલ્મની ઘોષણા થઇ 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.20 જુલાઈ 2020, સોમવાર

લોકડાઉનમાં ઢીલ આવ્યા પછી બોલીવૂડ માંધાતાઓ પોતાના કામ પર ધ્યાન આપવા લાગ્યા  છે. વિકી કૌશલના પણ આગામી પ્રોજેક્ટની ઘોષણા થઇ ગઇ છે.અભિનેતા પોતાની અપકમિંગ ફિલ્મ યશરાજ ફિલ્મસ બેનર સાથે કરવાનો છે. 

વિકીની યશરાજ ફિલ્મસ સાથે આ પહેલી ફિલ્મ હશે. ઉમ્મીદ છે કે આ ફિલ્મ યશરાજ ફિલ્મસના ૫૦ વરસની ઊજવણી હિસ્સો હોય. આ એક એકશન આધારિત ફિલ્મ હશે.જોકે ફિલ્મનું નામ અને વાર્તા વિશે મેકર્સે શેર કર્યું નથી. હજી ફક્ત એટલી જ જાણકારી મળી છે કે વિકી પોતાની આગામી ફિલ્મ વિજય કૃષ્ણા આચાર્યના દિગ્દર્શનમાં કરવાનો છે. વિજયએ આ પહેલા ઠગ્સ ઓફ હિંદુસ્તાન અમિતાભ બચ્ચન અને આમિર ખાન સાથે બનાવી હતી. 

વિકી છેલ્લે કરણ જોહરની નિર્માણ ફિલ્મ ભૂતમાં જોવા મળ્યો હતો. જોકે બોક્સ ઓફિસ પર ખાસ કલેકશન કરી શકી નહોતી. 

Tags :