100 થી વધુ ફિલ્મો કરનાર વિતેલા જમાનાની મશહુર અભિનેત્રીની ચિર વિદાય
કભી આર કભી પાર, લાગા તિરે નજર ગીતમાં યાદગાર ડાન્સ કર્યો હતો.
પોતાના જમાનાના બોલીવુડ સ્ટાર્સ જેટલી જ લોકપ્રિય ધરાવતી હતી
મુંબઇ,૨૮,જુલાઇ,૨૦૨૦,મંગળવાર
વિતેલા જમાનાની આ જાણીતી અભિનેત્રી કુમકુમનું આજે ૮૬ વર્ષની વયે અવસાન થયું છે .કુમકુમ ઘણા સમયથી બીમાર રહેતી હતી. કુમકુમનું અવસાન થતા બોલીવુડના વિતેલા જમાનાની પેઢી સાથે નાતો ધરાવતા લોકોમાં શોક વ્યાપી ગયો છે. પોતાના શાનદાર અભિનયથી દર્શકો પર અમિટ છાપ છોડી જનારા કલાકારોમાં કુમ કુમનું નામ આદરથી લેવામાં આવે છે. કુમકુમ પોતાના જમાનાના સ્ટાર્સ જેટલી જ લોકપ્રિયતા ધરાવતી હતી. કિશોરકુમાર અને ગુરુદત્ત સાથે પણ કામ કર્યુ હતું. આરપાર ફિલ્મના મશહૂર ગીત કભી આર કભી પાર લાગા તિને નજર માં કુમકુમનો ડાન્સ યાદગાર હતો. કુમકુમનું જન્મનું નામ જૈબ્બુનિસા હતું જયારે કુમકુમ નામ અભિનય ક્ષેત્રમાં આવ્યા પછી અપનાવ્યું હતું.
કુમકુમે ૧૦૦થી વધુ બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ હતું,નાના મોટા જે પણ રોલ મળ્યા તેને ખૂબજ ખંતથી ઓતપ્રોત થઇને નિભાવ્યા હતા. મિસ્ટર એકસ ઇન બોંબે (૧૯૬૪) મધર ઇન્ડિયા (૧૯૫૭) સન ઓફ ઇન્ડિયા (૧૯૬૨) આરપાર, ઉજાલા, નયાદૌર, ફંન્ટુશ, કોહિનૂર અને એક લૂટેરા એક સપેરા જેવી અનેક ફિલ્મોમાં કુમ કુમે અભિનયના અજવાળા પાથર્યા હતા.હિંદી ઉપરાંત ભોજપુરી ફિલ્મોમાં પણ સારી સફળતા મળી હતી.ભોજપુરી ફિલ્મ ગંગા મૈયા તોહે પિયારી અને ચઢાઇબોમાં ઉજજવળ અભિનય રહયો હતો.
લોકપ્રિય એકટર જગદિપના પુત્ર નાવેદા જાફરીએ ટવીટ કરીને કુમકુમને શ્રધ્ધાંજલી આપી હતી. બોલીવુડે વધુ એક રત્ન ગુમાવી દીધું છે. તેમને હું બાળપણથી જાણતો હતો અને તે અમારા માટે પરીવાર જેવી હતી, એટલું જ નહી નાવેદ જાફરીએ કુમકુમની વિવિધ ફિલ્મોના ખાસ અંદાજ ધરાવતા ફોટા પણ શેર કર્યા છે.બોલીવુડના ડાયરેકટર અનિલ શર્માએ ટવીટમાં લખ્યું કે વિતેલા જમાની ખૂબસૂરત અને પ્રતિભાશાળી આ કલાકારે અનેક સુપરહિટ ગીતો આપ્યા હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.