Get The App

દિગ્ગજ અભિનેત્રી સીમા દેવનું નિધન, 81 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Updated: Aug 24th, 2023

GS TEAM

Google News
Google News
દિગ્ગજ અભિનેત્રી સીમા દેવનું નિધન, 81 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 1 - image


Image Source: Twitter

- અભિનેત્રી સીમા દેવ અલ્ઝાઈમરથી પીડિત હતા

મુંબઈ, તા. 24 ઓગષ્ટ 2023, ગુરૂવાર 

વરિષ્ઠ અભિનેત્રી સીમા દેવનું નિધન થઈ ગયુ છે. અભિનેતા રમેશ દેવના પત્ની અને અભિનેતા અજિંક્ય દેવ અને ડાયરેક્ટર અભિનય દેવની માતાની તબિયત છેલ્લા એક વર્ષથી ખરાબ હતી. તેઓ તેમના પુત્ર અભિનય સાથે તેમના બાન્દ્રા સ્થિત ઘરમાં રહી રહ્યા હતા. સીમા દેવના અંતિમ સંસ્કાર આજે સાંજે 4:30 વાગ્યે શિવાજી પાર્ક સ્મશાન ઘાટ પર કરવામાં આવશે. અભિનેત્રીએ 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે અને દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમણે અનેક મરાઠી ફિલ્મોની સાથે-સાથે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમનું નિધન મનોરંજન જગત માટે મોટી ખોટ છે.

સીમા દેવના પુત્ર અજિંક્ય દેવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને તેમની માતા માટે પ્રાર્થના કરવાનો આગ્રહ કર્યો હતો. અભિનેત્રી સીમા છેલ્લા થોડા સમયથી પોતાના પુત્ર સાથે મુંબઈમાં રહી રહ્યા હતા. 2020માં તેમના પુત્રએ પોતાની માતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, મારી માતા શ્રીમતી સીમા દેવ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર અલ્ઝાઈમરથી પીડિત છે. અમારો આખો દેવ પરિવાર તેમની સલામાતીની પ્રાર્થના કરી રહ્યા છીએ. અમે કામના કરીએ છીએ કે, આખુ મહારાષ્ટ્ર જે તેમને એટલો પ્રેમ કરતુ હતું તેઓ પણ તેમની સલામતી માટે પ્રાર્થના કરે. 

આ ફિલ્મોમાં આવી ચૂક્યા છે નજર

અભિનેત્રી સીમા દેવે પોતાના પચાસ વર્ષના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સીમા દેવે 'સરસ્વતીચંદ્ર', 'આનંદ', અને 'ડ્રીમગર્લ' જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમના પતિ રમેશ દેવ પણ મરાઠી અને હિન્દી સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા છે. તેમનો પુત્ર અજિંક્ય દેવ પણ એક પ્રખ્યાત અભિનેતા છે.


Tags :