પીઢ અભિનેત્રી અને સ્વ. મહેમુદની બહેન મીનુ મુમતાઝનું કેનેડામાં નિધન
- 72 વર્ષીય અભિનેત્રી કેન્સરથી પીડાતા હતા
મુંબઇ : પીઢ અભિનેત્રી મીનુ મુમતાઝનું ૭૨ વરસની વયે કેનેડામાં નિધન થયું છે. ૨૩ ઓકટબરે મીનુ મુમતાઝે અંતિમ શ્વાસ લીધા હતા. મીનું પતિ સૈયદ ્અલી અકબર અને ત્રણ પુત્રીઓ સાથે કેનેડામાં રહેતા હતા. અભિનેત્રીને કેન્સરની સારવાર લઇ રહ્યા હતા. થોડા દિવસો પહેલા તેમને ઇન્ફેકશન થઇ ગયું હતું અને આ પછી તેમની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી અંતે ડાકટરો તેમને બચાવી શક્યા નહીં.
મીનુ મુમતાઝ પ્રથમ વખત બલરાજ સહાની સાથે બ્લેક કેટમાં જોવા મળ્યા હતા. આપછી તેમણે સીઆઇડી, હાવડા બ્રિજ, કાગજ કે ફૂલ, ચૌદહવી કા ચાંદ,સાહિબ બીબી ઔર ગુલામ, તાજ મહલ, ઘૂંઘટ, ન્સિા જાગઉઠા, ઘર બસાકે દેખો, ગઝલ, જહાંઆરા તેમજ અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું.
મીનુ મુમતાઝના નાના ભાઇ અનવર અલીએ આ વાતની પુષ્ટિ સોશિયલ મીડિયા પર કરી હતી. તેમણે શેર કર્યું હતું કે, જણાવતાં દુઃખ થાય છે કે, મારી લાડલી બહેન મીનુ મુમતાઝનું કેનેડામાં નિધન થયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, પ્રેસ મીડિયા , ફેન્સ અને મિત્રોનો ધન્યવાદ કે તેમણે આટલા વરસો સુધી મીનુ પર પ્રેમ વરસાવ્યો.
મીનુનું વાસ્તવિક નામ મલિકુનિસ્સા અલી હતું. તે જાણીતા કોમેડિયન મહેમ્મુદની બહેન હતા. તેઓ મીના કુમારી સાથેની ઘણી ફિલ્મોમાં તેમની સહેલીના રોલમાં જોવા મળ્યા હતા.તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સાલ ૧૯૬૦ દરમિયાન કરી હતી. હિંદી ફિલ્મોમાં તેઓ પોતાના કેરકેટર રોલ અથવા ગીતમાં ડાન્સર તરીકે જોવા મળતા હતા.