Get The App

પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત છે

Updated: Apr 1st, 2025

GS TEAM

Google News
Google News
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત છે 1 - image

Image: Facebook

Dharmendra Eye Surgery: 89 વર્ષના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની આંખોનું ઓપરેશન થયું છે. તેઓ મુંબઈની એક હોસ્પિટલની બહાર નજર આવ્યા. તેમની ડાબી આંખમાં બેન્ડેજ લાગેલી હતી. ધર્મેન્દ્રને જોઈને ચાહકો પરેશાન થઈ ગયા પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમની આંખોનું ઓપરેશન થયુ હતુ. હવે તે પહેલા કરતાં સારું અનુભવી રહ્યાં છે. રિકવર થઈ રહ્યાં છે.

હોસ્પિટલની બહાર પેપ્સે તેમને જોયા તો ખબર-અંતર પૂછવા લાગ્યા. ધર્મેન્દ્રએ કહ્યું 'હું હજુ ખૂબ સ્ટ્રોન્ગ છું. હજુ ધર્મેન્દ્રમાં ખૂબ તાકાત છે. મારી આંખ આઈ ગ્રાફ્ટ થઈ ગઈ છે. હું મજબૂત છું.'

આ પણ વાંચો: મહાકુંભની વાઈરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનારા સનોજ મિશ્રા પર રેપ કેસ, પોલીસે કરી ધરપકડ

ચાહકો એક્ટરના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. યુઝર્સે કમેન્ટ કરી તેમને ખૂબ પ્રેમ આપ્યો છે. એક્ટરની છેલ્લી રિલીઝ ફિલ્મ 'તેરી બાતોં મેં એસા ઉલજા જિયા' હતી. તેમાં કૃતિ સેનન અને શાહિદ કપૂર લીડ રોલમાં હતાં.