પીઢ અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની વયે મુંબઈમાં નિધન
- અનેક હિટ ફિલ્મો-સીરિયલોમાં કામ કર્યું
- નવી પેઢીના દર્શકો માટે કહેના ક્યા ચાહતે હો મીમથી વધારે જાણીતા હતા
મુંબઇ : ફિલ્મ જગતના પીઢ કલાકાર અચ્યુત પોતદારનું ૯૧ વરસની વયે નિધન થયું છે. મુંબઇની થાણે હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અચ્યુત પોતદારે ૮૦ના દાયકામાં ફિલ્મો અને ટીવી શોઝમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ૩ ઇડિયટના એન્જિનિયરિંગ પ્રોફેસરનો રોલ યાદગાર છે. તેમનો આ ફિલ્મનો 'અરે, આખિર કહના ક્યા ચાહતે હો' ડાયલોગને હજી પણ લોકો યાદ કરે છે અને તેના પર મીમ્સ બનાવે છે. તેણે કારકિર્દી દરમિયાન આક્રોશ, અલબર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ અર્ધ સત્ય, તેજાબ, પરિંદા, રાજૂ બન ગયા જેન્ટલમેન, દિલવાલે, યે દિલ્લગી, રંગીલા, મૃત્યુદંડ, યશવંત, ઇશ્ક, વાસ્તવ, આ અબ લોટ ચલે, હમ સાથ સાથ હૈ, પરિણિતા, લગે રહો મુન્ના ભાઇ,દબંગ ટુ તેમજ અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ટેલિવિઝન પર વાગલે કી દુનિયા, માઝા હોશિલ ના, મિસેજ તેંદુલકર અને સહિતની સિરિયલોમાં કામ કર્યું હતું.