વિવાહની રીમેકમાં હિરો તરીકે વૈદાંગ રૈનાની પસંદગી
- સૂરજ બડજાત્યાએ પ્રોજેક્ટ રિવાઈવ કર્યો
- શાહિદ અને અમૃતા રાવની ફિલ્મને નવી જનરેશનની ડિમાન્ડ પ્રમાણે ટચ અપાશે
મુંબઇ : સૂરજ બડજાત્યા તેની ફિલ્મ 'વિવાહ'ની રીમેક બનાવશે. મૂળ ફિલ્મમાં શાહિદ કપૂર તથા અમૃતા રાવે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે રીમેકમાં વૈદાંગ રૈનાને હિરો તરીકે પસંદ કરાયો છે.
સૂરજ બડજાત્યાનું રાજશ્રી પિકચર્સ બેનર પોતાની જૂની ક્લાસિક ફિલ્મોને નવાં સ્વરુપમાં ઢાળવાના પ્રયોગ અગાઉ પણ કરી ચૂકી છે. એ જાણીતું છે કે સલમાન અને માધુરીની સુપરહિટ ફિલ્મ 'હમ આપ કેં હૈ કોન' પણ રાજશ્રીની જ જૂની ફિલ્મ 'નદિયા કે પાર'ની રીમેક હતી.
દેખીતી રીતે જ 'વિવાહ'ની રીમેક રાજશ્રીની સ્ટાઈલ પ્રમાણે ફેમિલી એન્ટરટેઈનિંગ ફિલ્મ હશે. જોકે, તેને આધુનિક જનરેશનને ધ્યાને રાખીને બનાવાશે.