Get The App

વરુણની નવી ફિલ્મનું ટાઈટલ હૈ જવાની તો ઈશ્ક હોના હૈ

Updated: Jul 11th, 2024

GS TEAM


Google News
Google News
વરુણની નવી ફિલ્મનું ટાઈટલ હૈ જવાની તો ઈશ્ક હોના હૈ 1 - image


- વરુણની કેરિયર બચાવવા પિતા ડેવિડ ધવન મેદાનમાં

મુંબઈ : વરુણ ધવનની આગામી ફિલ્મનું ટાઈટલ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' નકકી થયુ છે. તેના પિતા ડેવિડ ધવન જ આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે. 

આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર વરુણની હિરોઈન હશે. આ ઉપરાંત સાઉથની એકટ્રેસ શ્રી લીલા પણ આ ફિલ્મ દ્વારા પહેલીવાર હિંદી ફિલ્મમાં દેખાવાની છે. 

ફિલ્મમાં ડેવિડ ધવનની ટિપિકલ રોમેન્ટિક કોમેડીની છાપ વર્તાશે. 

ડેવિડ ધવન પોતાના જમાનાના સફળ ફિલ્મ દિગ્દર્શક રહી ચૂક્યા છે. 

જોકે, વરુણે એક્ટર તરીકે કારકિર્દીમાં ખાસ કશું ઉકાળ્યું નથી. આથી, દીકરાની કેરિયરને બચાવવા માટે પિતા ફરી એકવાર મેદાનમાં આવ્યા  છે.

Tags :