મુઝસે શાદી કરોગી પાર્ટ-ટુમાં વરુણ-કાર્તિકની સંભાવના
- સલમાન અને અક્ષય કુમારને રિપ્લેસ કરશે
- જોકે, સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ સ્ટારકાસ્ટનો ફેંસલો થશે તેવો ફિલ્મની ટીમનો દાવો
મુંબઇ : 'મુઝસે શાદી કરોગી' પાર્ટ ટૂમાં મૂળ ફિલ્મના કલાકારો સલમાન ખાન તથા અક્ષય કુમારને કાર્તિક આર્યન અને વરુણ ધવન રિપ્લેસ કરશે તેવી ચર્ચા છે. જોકે, ફિલ્મની ટીમના દાવા અનુસાર હજુ કાસ્ટ ફાઈનલ થઈ નથી અને સ્ક્રિપ્ટ તૈયાર થયા બાદ જ આ અંગે આખરી નિર્ણય લેવાશે.
અગાઉ અહેવાલો હતા તેમ અક્ષય કુમાર અને સલમાન ખાન બંને ઉત્તરોત્તર ફલોપ જઈ રહ્યા છે. આથી કોઈ નિર્માતા તેમને લઈને બહુ મોટું રોકાણ કરવાનું જોખમ લેવા તૈયાર નથી. આથી, મોર્ડન ટચ અને ફ્રેશ ફેસીસના બહાને આ બંને કલાકારોનો કાંકરો કાઢી નખાયો છે.
જોકે, બીજી તરફ નેટ યૂઝર્સ વરુણ અને કાર્તિકની પસંદગી અંગે પણ નાખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે વરુણ ધવનની એક્ટિંગમાં કોઈ દમ નથી જ્યારે કાર્તિક આર્યન ઓવર એક્ટિંગ કરે છે. હવે પ્રિયંકા ચોપરાના સ્થાને કઈ હિરોઈનને રોલ મળશે તેની પ્રતીક્ષા છે.
હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ રહી છે. ફિલ્મ આવતાં વર્ષના એન્ડમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.