વરુણ ધવને આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની થામાનું શૂટિગ કર્યું
- છ દિવસના શૂટિંગ પછી અટકળ છે કે વેમ્પાયર અને ભેડિયાની ટક્કર જોવા મળશે
મુંબઇ : વરુણ ધવને છ દિવસ સુધી આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની થામાનું શૂટિંગ પુરુ કર્યું છે. સૂત્રે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક વેમ્પાયર બન્યો છે અને તેની દુશ્મની ભેડિયા સાથે છે, જેથી આ ફિલ્મમાં બન્નેની જબરદસ્ત ટક્કર જોવા મળશે તેવી અપેક્ષા છે.બન્ને વચ્ચે એકશન સીકવન્સ વીએફએક્સ અને સ્કેલની મદદથી શાનદાર દ્રશ્ય બનશે તેવી ઉમીદ રાખવામાં આવી છે. આ સીનનું શૂટિંગ માર્ચ-એપ્રિલ મહિનામાં શૂટ કરવામાં આવ્યું હતું. ફિલ્મ થામામાં આયુષ્માન ખુરાના,રશ્મિકા મંદાના, નવાઝુદ્દીન સિદ્દીકી અને પરેશ રાવલ કામ કરી રહ્યા છે. જેનુંદિગ્દર્શન મુંજ્યાના દિગ્દર્શક આદિત્ય સરપોતદાર કરે છે. વરુણ ધવનની ભેડિયા ટુ પણ થોડા જ મહિનાઓમાં રિલીઝ થવાની છે.
જ્યારે થમા દિવાળી પર રિલીઝ કરવાની છે. આયુષ્માન ખુરાનાની બે વરસ પછીની આ પ્રથમ રિલીઝ હશે. અભિનેતાની ડ્રીમ ગર્લ ટુ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ રિલીઝ થઇ હતી.