વરુણ ધવન અને હૃતિક રોશન જેવા અભિનેતાઓ લોકોના ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે
- જ્યારે ગાયક શાને રૂપિયા 25 લાખની આર્થિક સહાય કરી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તાં. 8 એપ્રિલ 2020, બુધવાર
વરુણ ધવન અને હૃૃતિક રોશને કોરોના જંગ સામે લડવા માટે આર્થિક સહાય રાહત કોષમાં આપી દીધી છે. છતાં તેઓ વધુ મદદ કરી રહ્યા છે. વરુણડાકટર અને મેડિકસ સ્ટાફ તેમજ બેઘર લોકોને ખાવાનું ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. તેણે જોકે કહ્યું હતું કે, આ એક નાનકડી મદદ છે, પરંતુ હું મારી રીતે પૂરતા પ્રયાસ કરીશ. ઉલ્લેખનીય છે કે, વરુણે આ પહેલા રૂપિયા ૫૫ લાખની આર્થિક સહાય રાહત કોષમાં કરી દીધી છે.
જ્યારે બીજી બાજુ હૃતિક રોશને પણ આ પૂર્વે કોરોનાના પ્રકોપ સામે લડવા આર્થિક સહાય કરી છે. તેણે ૯૫ અને એફએફ ૩ માસ્ક સફાઇ કર્મચારીઓ માટે વહેંચ્યા છે. હવે તે ભારતના વૃદ્ધાશ્રમના લોકો, મજૂરો અને વંચિતોને ખાવાનું આપવાનું કામ કરી રહ્યો છે. હૃતિક આ સદકાર્ય એક ગેરસરકારી સંગઠન દ્વારા કરે છે.
હૃતિકે એક ફાઉન્ડેશન દ્વારા એક લાક વીસ હજાર ગરીબ મજૂરો, વંચિતો અને વૃદ્ધાશ્રમના લોકશાોને પૌષ્ટિક આહાર આપવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર આ સંસ્થાએ આ વાતની જાણકારી આપી હતી તેમજ ટ્વિટર પર હૃતિકનો આભાર પણ માન્યો હતો. સંસ્થાએ આગલ ળક્યું હતું કે,જરૂરિયાતોને મદદ પૂરી પાડવા માટે અમે હૃતિકને સલામ કરીએ છીએ તેમજ તેનો આભાર માનીએ છીએ.
હૃતિકે પણ આ ટ્વિટરની પ્રતિક્રિયા રૂપે ટાંક્યું હતું કે, હું તમને સુનિશ્ચિત કરું છે કે આપણા દેશમાં કોઇ પણ ભૂખ્યા સુવે નહીં તેની તકેદારી રાખવાની આપણી જવાબદારી છે.
ગાયક શાને વોરોના વાયરસના પ્રકોપ સામે લડવા માટે રૂપિયા ૨૫ લાખની સહાય એક એનજીઓને કરી છે. જે રોજ કમાનારા પરિવારની મદદ કરે છે.