નવાબઝાદેમાં વરુણ અને શ્રદ્ધા કેમિયો કરશે
-બંને ટોચના કલાકારોનો એક ડાન્સ છે
-એબીસીડી ટુ પછી પાછાં ભેગાં થશે
મુંબઇ તા.૩૦
ટોચના કોરિયોગ્રાફર કમ ફિલ્મસર્જક રેમો ડિસોઝાની એબીસીડી ટુ ફિલ્મની હિટ જોડી અને આજની ટોચની કલાકાર જોડી વરુણ ધવન અને શ્રદ્ધા નવાબઝાદે ફિલ્મમાં એક કેમિયો કરશે એવી માહિતી મળી હતી.
ખરેખર તો આ બંને પોતાના એબીસીડી ટુના સહકલાકારો રાઘવ જુયાલ, પુનિત પાઠક અને ધર્મેશ યેલંડેની ફિલ્મ નવાબઝાદેંને પીઠબળ આપવા આ ફિલ્મમાં એક ડાન્સ ગીત કરવાનાં છે એવી જાણકારી માહિતગાર વર્તુળોએ આપી હતી.
ભૂષણ કુમારની આ ફિલ્મનું ડાયરેક્શન જયેશ પ્રધાન કરી રહ્યા છે.
હિટ પંજાબી ગીત હાઇ રેટેડ ગબરુને સ્યૂટ સ્યૂટ ફેમ પંજાબી ગાયક ગુરુ રંધાવાએ ગાયું છે. આ ગીત પર વરુણ અને શ્રદ્ધા ડાન્સ કરવાનાં છે. એબીસીડી ટુની જેમ આ ફિલ્મના ડાયરેક્ટર પણ રેમો ડિસોઝા છે.
વરુણે કહ્યું કે આ ત્રણે ટેલેન્ટેડ યુવકો છે. એમને યોગ્ય તક મળે તો એ પણ સ્ટાર બની શકે એમ છે. એમની સાથે એબીસીડી ટુ કરવામાં અમને મોજ પડી હતી એટલે જ્યારે રેમો સરે અમને આ ફિલ્મ માટે ડાન્સ કરવાનંુ આમંત્રણ આપ્યું ત્યારે તરત અમે બંનેએ હા પાડી દીધી. આ પંજાબી ગીત પણ ડાન્સ કરવાની મોજ પડે એવું હતું એટલે હું અને શ્રદ્ધા ફરી એક થયાં હતાં અને આ ગીત પર ડાન્સ કરવા તૈયાર થયાં હતાં.