- પ્રિયંકાની ફિલ્મની રીલિઝ ડેટ અંગે વિવાદ
- ફિલ્મની રીલિઝ ઠેલાશે તેવી અફવાઓ ફગાવવા ટીઝરની એક ક્લિપ રજૂ કરાઈ
મુંબઈ : પ્રિયંકા અને મહેશબાબુની ફિલ્મ 'વારાણસી'ની રીલિઝ વધારે પાછળ ઠેલાશે તેવી અફવાઓ ફગાવી દેવા માટે ફિલ્મના નિર્માતાઓએ તેના ટીઝરની એક ક્લિપ રજૂ કરી હતી. તેમાં દર્શાવાય અનુસાર ફિલ્મ આગામી એપ્રિલ ૨૦૨૭માં રજૂ કરવામાં આવશે.
છેલ્લા કેટલાક દિવસોથી સાઉથના ફિલ્મી વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે આ ફિલ્મનું શૂૂટિંગ ધાર્યા કરતાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આ ઉપરાત વીએફએક્સનું પણ જંગી કામ છે. તેના કારણે ફિલ્મ ૨૦૨૭ એપ્રિલની તેની ઓરિજિનલ રીલિઝ ડેટ નહીં સાચવી શકે. આ અફવાઓ વધી જતાં નિર્માતાોએ સ્પષ્ટતા કરવી પડી છે.
આ ફિલ્મ ૧૩૦૦ કરોડના ખર્ચે બની રહી હોવાનું કહેવાય છે. ફિલ્મ માટે હૈદરાબાદમાં જ વારાણસીનો સેટ બનાવાયો છે. જોકે, ફિલ્મનું કેટલુંક શૂટિંગ ઓરિસ્સામાં તથા કેટલુંક શૂટિંગ આફ્રિકામાં પણ થઈ ચૂક્યું છે.


